જો તમે પણ VI (Vodafone-Idea)ના ગ્રાહક હોય તો આ ખબર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. VIએ પોતાના ગ્રાહકોને વધુ 50GB ડેટા આપવાનું એલાન કર્યુ છે. આ વધારાનો ડેટા તમામ યુઝર્સ માટે નથી પરંતુ તે જ યુઝર્સને મળી રહ્યો છે જેની પાસે 1,499 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન છે. ચાલો તમને જણાવીએ આ પ્લાન સાથે મળતી ખાસ ઑફર વિશે વિસ્તારથી…

Vodafone-Ideaના 1499 રૂપિયા વાળા પ્લાનના ફાયદા

Vodafone-Ideaના 1,499 રૂપિયા વાળા પ્રી-પેડ પ્લાનમાં સામાન્ય રીતે કુલ 24 જીબી ડેટા મળે છે પરંતુ આ ઑફર અંતર્ગત કુલ ડેટા 74 જીબી થઇ ગયો છે. આ પ્લાનમાં તમને 365 દિવસો સુધી અનલિમિટેડ કૉલિંગ મળે છે. આ ઉપરાંત 3600 SMS મોકલવાની સુવિધા પણ મળે છે. આ પ્લાનમાં તમને VI મૂવીઝ અને ટીવી એપનું પણ ફ્રી સબ્સ્કીપ્શન મળે છે. જો કે તે 50 જીબી વધારાનો ડેટા આ પ્લાનના કેટલાક સિલેક્ટેડ યુઝર્સને મળી રહ્યો છે. કંપનીએ પોતાના ગ્રાહકોને મેસેજ કરીને આ અંગે જાણકારી આપી છે. વોડાફોન-આઇડિયાએ પોતાની આ ઑફરને Extra Data Offer નામ આપ્યુ છે.

vodafone

Vodafone Ideaએ લૉન્ચ કર્યો ડિજિટલ એક્સક્લૂઝિવ પ્લાન

જણાવી દઇએ કે VIએ તાજેતરમાં જ 399 રૂપિયાનો ‘Digital Exclusive’ નામે પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ સેવા તે લોકો માટે છે જે ઑલાઇન સિમ ઓર્ડર કરે છે અને ઘરે ડિલિવરી ઇચ્છે છે. નવા સિમ સાથે વોડાફોનનો આ પ્લાન અન્ય કંપનીઓના મુકાબલે સસ્તો છે.

Vodafone-Ideaના ડિજિટલ એક્સક્લૂઝિવ પ્લાનના ફાયદા

જો તમે 399 રૂપિયાના પ્લાન સાથે સિમને કંપનીની વેબસાઇટ પરથી ઓર્ડર કરો તો સિમની ડિલિવરી તમારા ઘરે થશે. આ પ્લાનમાં 56 દિવસોની વેલિડીટી મળશે અને તેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળશે. આ ઉપરાંત આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ મળશે. આ પ્લાનમાં દરરોજ 100 SMS મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here