નરેન્દ્ર મોદી કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારો મોકૂફ રાખીને ૫૦ લાખ કર્મચારીઓને વધુ એક આંચકો આપવાની તૈયારીમાં છે. આ રીતે મોદી સરકાર લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયા બચાવશે. મોદી સરકાર આવતા મહિનાથી કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ કરવા માગે છે. તેના માટે કેટલો ખર્ચ થશે એ નક્કી નથી તેથી આકસ્મિક ખર્ચની જોગવાઈના ભાગરૂપે આ નિર્ણય લેવાશે.

કર્મચારીઓ

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો ૧૯ મહિના માટે મોકૂફ રાખવાની જાહેરાત

કોરોનાના કારણે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો ૧૯ મહિના માટે મોકૂફ રાખવાની જાહેરાત પહેલાં જ કરી દીધી છે. ૨૦૨૧ના જુલાઈ મહિના સુધી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નહીં કરીને મોદી સરકાર લગભગ ૧૫ હજાર કરોડ રૂપિયાની બચત કરશે.

કર્મચારીઓ

સૂત્રોના મતે, મોદી સમક્ષ આ દરખાસ્ત નીતિ આયોગે મૂકી હતી. મોદીને આ દરખાસ્ત ગમી જતાં તેમણે નાણાં સચિવને તમામ મંત્રાલયો અને વિભાગો સાથે ચર્ચા કરીને રીપોર્ટ બનાવવા કહ્યું હતું. આ રીપોર્ટ તૈયાર કરીને મોદીને મોકલી દેવાયો છે. કેબિનેટની હવે પછીની બેઠકમાં તેના પર ચર્ચા થાય અને એકાદ અઠવાડિયામાં અંતિમ નિર્ણય લેવાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here