રક્ષામંત્રી રાજનાથસિંહે lac વિવાદ મામલે સૌથી મોટું નિવેદન આપ્યું છે, પાકિસ્તાન અને ચીનને સીધી ચેતવણી આપી છે. કે જો કોઈ દેશની નિતી વિસ્તાર વાદી છે અને એ દેશ અન્યની ભૂમિ પર કબજો કરવાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરે છે, તો તે સંપૂર્ણ રીતે નિષ્ફળ છે. ભારત-ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે, ત્યારે આ વચ્ચે ચીને ભારતની ભૂમિ હડપવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ મામલે રાજનાથ સિંહે જણાવ્યું કે આપણા જાંબાઝ જવાનોએ તેમને મુંહતોડ જવાબ આપ્યો હતો.
જો કોઈ પણ દુશ્મન દેશ ભારતને છંછેડશે તો ભારત ઘાતક જવાબ આપશે
ચીન-પાક. પર બોલ્યા વાયુસેના પ્રમુખ.. પાકિસ્તાનને મહોરૂ બનાવીને વર્ચસ્વ વધારી રહ્યું છે ચીન.. ભારત સાથેની સીધી ટક્કરમાં ચીનને જ થશે નુકસાન, ત્યારે બીજી તરફ રક્ષામંત્રીએ ચેતવણી આપતા જણાવ્યું જો કોઈ પણ દુશ્મન દેશ ભારતને છંછેડશે તો ભારત ઘાતક જવાબ આપશે.
સંરક્ષણ પ્રધાને કહ્યું કે ચીન સાથે વાટાઘાટોની પ્રક્રિયા ચાલી રહી છે, સૈન્ય સ્તરના બીજા સ્તર પર ટૂંક સમયમાં ચર્ચા થવાની છે. જો કે, જેની હજી સુધી ચર્ચા કરવામાં આવી છે તેનું કોઈ પરિણામ આવ્યું નથી, યથાવત સ્થિતિ હજુ પણ બની છે, પરંતુ તે પણ યોગ્ય નથી. રાજનાથે કહ્યું કે જો કોઈ દેશ વિસ્તરણવાદની નીતિ અપનાવે છે, તો ભારત પાસે તેની તાકાત છે, તે પોતાની જમીનમાં આવતા રોકી શકે.

ભારત પાસે તેની તાકાત છે, તે પોતાની જમીનમાં આવતા રોકી શકે
રાજનાથે કહ્યું કે જો કોઈ દેશ વિસ્તરણવાદની નીતિ અપનાવે છે, તો ભારત પાસે તેની તાકાત છે, તે પોતાની જમીનમાં આવતા રોકી શકે. રાજનાથે કહ્યું કે ભારત-ચીન વચ્ચે સરહદ પર લાંબા સમયથી વિવાદ છે, ત્યારે આવી સ્થિતિમાં એ સારું હોત કે આ પહેલાજ પૂર્ણ થઈ ગયું હતો તો આજની પરિસ્થિતિ ન બની હોત. ચીન સીમાની પોતાની તરફ સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે, પરંતુ ભારત પણ તેની સેના અને નાગરિકો માટે પણ કામ કરી રહ્યું છે. અમે કોીના પર હુમલા માટે નહીં પરંતુ પોતાની સુવિધા માટે આવું કાર્ય કરી રહ્યા છીએ.

ભારતીય સેનામાં સક્ષમતા છે કે તેઓ સરહદ પાર કરીને દુશ્મનનો ખાતમો બોલાવી શકે
પાકિસ્તાન સાથેની સરહદ અંગે પણ સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારતીય સેનામાં સક્ષમતા છે કે તેઓ સરહદ પાર કરીને દુશ્મનનો ખાતમો બોલાવી શકે છે.રાજનાથે કહ્યું કે ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે અને આપણી સરહદો પર કોઈપણ દેશ છેડછાડ કરશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે.