કોરોના વાયરસ ચલણી નોટોથી પણ ફેલાઈ શકાય છે. જી હા…આ વાત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ક્ધફર્મ કરી છે. નોટોની લેવડદેવડ કરવાથી કોરોના વાયરસ તમારા શરીરની અંદર પહોંચી શકે છે. જો કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિએ નોટને સ્પર્શ કર્યો છે અને પછી કોઈ અન્ય વ્યક્તિ તે નોટને સ્પર્શે તો કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે. આથી સાવધાન રહો. ક્ધફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એ કહ્યું કે ભારતીય રિઝર્વ બેન્ક એ સ્વીકાર્યું છે કે કરન્સી નોટ કોરોના વાયરસના સંભવિત વાહક હોઈ શકે છે. સંસ્થાએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારી પ્રોત્સાહનની માગણી કરી છે. આ અગાઉ 9 માર્ચના રોજ સીએઆઈટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પૂછ્યું હતું કે શું કરન્સી નોટ બેક્ટેરિયા અને વાયરસના વાહક છે કે નહીં?


ક્ધફેડરેશને એક નિવેદનમાં કહ્યું છે કે મંત્રાલય તરફથી આ પત્ર આરબીઆઈને મોકલવામાં આવ્યો હતો. તેમણે સીએઆઈટીને સંકેત આપતા જવાબ આપ્યો હતો કે નોટ બેક્ટેરિયા અને વાયરસના વાહક હોઈ શકે છે. જેમાં કોરોના વાયરસ પણ સામેલ છે. આથી તેનાથી બચવા માટે ડિજિટલ ચૂકવણીનો વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ. પત્રમાં આરબીઆઈએ આગળ કહ્યું કે કોરોના વાયરસ મહામારીને ફેલાતી રોકવા માટે જનતા વિભિન્ન ઓનલાઈન ડિજિટલ ચેનલો જેમ કે મોબાઈલ અને ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વગેરે માધ્યમથી ઘરે બેઠા ચૂકવણી કરી શકે છે. તેનાથી કેશનો ઉપયોગ કરવા અને કાઢવાથી બચી શકાશે.


સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ આરબીઆઈનો જવાબ જણાવે છે કે ડિજિટલ ચૂકવણીનો ઉપયોગ વધુમાં વધુ થવો જોઈએ. સીએઆઈટીએ નિર્મલા સીતારમણને લોકોમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે ’ઈન્ટેન્સિવ’ આપવાની યોજના શરૂ કરવાનો પણ આગ્રહ કર્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે ડિજિટલ લેવડદેવડ માટે  લગાવવામાં આવેલા બેન્ક ચાર્જને માફ કરવા જોઈએ અને સરકારે બેન્ક ચાર્જને બદલે બેન્કોને સીધી સબસિડી આપવી જોઈએ. આ સબસિડી સરકાર પર નાણાકીય બોજો નહીં નાખે પરંતુ તે નોટોના છાપકામ પર થનારો ખર્ચો ઓછો કરશે.


કોરોના વાયરસ નોટોથી ફેલાઈ શકે છે. આથી વધારે સાવધાની વર્તવાની જરૂર છે. તમે કોઈની પણ પાસેથી ચલણની નોટ લો તો સાવધાની રાખતા નોટોને હાથ લગાવ્યા બાદ હાથ તરત ધોઈ નાખો. સેનેટાઈઝ પણ કરી શકો છો. આ સાથે જ નોટો ઉપર પણ સેનેટાઈઝર સ્પ્રે કરી શકો છો. બની શકે તો વધુમાં વધુ ડિજિટલ પદ્ધતિઓથી લેવડદેવડ કરો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here