ઉત્તર પ્રદેશમાં પોતાના ફોટાનો ઉપયોગ જાહેરખબરમાં કરનારા યોગી સરકારના પ્રધાન કપિલદેવ અગ્રવાલ સામે મોદી ભડક્યા છે. મોદીના આદેશ પછી પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ (પીએમઓ)એ સૂચના આપતાં કપિલદેવના ભાઈ લલિત અગ્રવાલ સામે એફઆઈઆર નોંધાઈ છે.

મોબાઈલ ફોન લોચિંગનાં હોર્ડિંગ્સમાં મોદી અને યોગી આદિત્યનાથના ફોટા
કપિલદેવના ભાઈની જાહેરખબરની એજન્સી છે. આ એજન્સીએ નવા મોબાઈલ ફોન લોચિંગનાં હોર્ડિંગ્સ લગાવ્યાં તેમાં નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથના ફોટા લગાવ્યા હતા. યોગીને તેની સામે વાંધો નહોતો પણ ભાજપના કેટલાક નેતાઓએ વાંધો લીધેલો. યોગીએ આ મુદ્દે કશું ના કરતાં મોદીને ફરિયાદ કરાઈ હતી.

કપિલદેવે પીએમઓને લેખિતમાં માફી મોકલી છે પણ મોદી ભડકેલા છે તેથી અગ્રવાલની છુટ્ટી થઈ શકે છે. કપિલદેવે બચાવ કર્યો છે કે, મોદી-યોગીના ફોટા સામે પોતે વાંધો લીધો હતો અને કંપનીએ એ માટે માફી પણ માગી હતી પણ આ ખુલાસો ગળે ઉતરે તેવો નથી. આ લોચિંગ કાર્યક્રમમાં કપિલદેવ ઉપરાંત મહિલા પ્રધાન નીલિમા કટિયાર અને બે ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. મોદીના આદેશના પગલે જે.પી. નડ્ડાએ આ ત્રણેય પાસે પણ ખુલાસો માંગ્યો છે.