રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે એમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ આણંદ જીલ્લામાંથી સામે આવી રહી છે.

આણંદ જીલ્લાનાં ઓડ ગામ નજીક વહેલી સવારમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં નોકરી જવા માટે નીકળેલા કુલ 3 આશાસ્પદ યુવકોના મોત થયા છે. ત્રણેય યુવકો કાળમુખી ટ્રક નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાસ્થળ પર જ કુલ 3 યુવકોના કમકમાટીભર્યું મોત થયાં હતાં.

આંણદના ઓડ નજીક કણભાઈપુરા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં અહી રહેતા નરંજન મણિભાઈના કુવા નજીક વહેલી સવારના 6 વાગ્યે મોટર સાઈકલ તથા ટ્રક એકબીજા સાથે અથડાયા હતાં. સાવલીના મંજુસર પાસેની કંપનીમાં જવા માટે કુલ 3 નવયુવાનો નીકળ્યા ત્યારે ટ્રકે મોટર સાઈકલને અડફેટે લેતાં 23 વર્ષીય મનોજ રણછોડ ઠાકોર અને 25 વર્ષીય ભરત પુંજા તથા 30 વર્ષીય રાજુ ઠાકોરનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

જે ટ્રક સાથ બાઈકનો ભયંકર અકસ્માત સર્જાયો હતો તે મધ્યપ્રદેશ પાસિંગનો ટ્રક હતો. અકસ્માત સર્જાતાં ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આં ઇસાથે જ બીજી બાજુ મણિભાઈના 3 મૃતદેહને જોઈ અરેરાટીભર્યો માહોલ સર્જાયો હતો. બાઈકનું પણ ટ્રકની ટક્કરથી કચ્ચરધાણ નીકળી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here