સરકારે ચૂંટણી બોન્ડ(Electoral Bond)ની 15 મી સિરીઝને મંજૂરી આપી હતી. આ અંતર્ગત, ચૂંટણી બોન્ડનું વેચાણ 1 જાન્યુઆરી 2021 ના ​​રોજ ખુલશે અને 10 જાન્યુઆરી 2021 ના ​​રોજ બંધ થશે. રાજકીય દાનમાં પારદર્શિતા લાવવા ચૂંટણીલક્ષી બોન્ડ રજૂ કરવામાં આવ્યા છે. રાજકીય પક્ષોને રોકડ દાનના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. જણાવી દઈએ કે પ્રથમ તબક્કાના ચૂંટણી બોન્ડનું વેચાણ 1 થી 10 માર્ચ, 2018 દરમિયાન થયું હતું.

ઇલેક્ટોરલ બોન્ડ શું છે

ઇલેક્ટોરલ બોન્ડ એટલે એક એવો બોન્ડ કે જેના પર તેની કિંમત અથવા તેની વેલ્યૂ કે મૂલ્ય લખેલું હોય છે. આ બોન્ડનો ઉપયોગ વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંગઠનો દ્વારા રાજકીય પક્ષોને ભંડોળ આપવા માટે કરી શકાય છે.

ચૂંટણી બોન્ડ ક્યાંથી ખરીદવા?

નાણા મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 1 જાન્યુઆરી, 2021 થી 10 જાન્યુઆરી, 2021 સુધી, ભારતીય સ્ટેટ બેંક (SBI) તેની 29 અધિકૃત શાખાઓ દ્વારા ચૂંટણી બોન્ડ જારી કરશે અને તેના માટે ચૂકવણી કરશે. એસબીઆઈની 29 અધિકૃત શાખાઓ પટણા, નવી દિલ્હી, ચંડીગઢ, શિમલા, શ્રીનગર, દહેરાદૂન, ગાંધીનગર, ભોપાલ, રાયપુર, મુંબઇ અને લખનઉમાં છે.

ચૂંટણી બોન્ડ્સની વિશેષ સુવિધાઓ

  • ચૂંટણી બોન્ડ્સ 1000, 10,000 અને 1 લાખ રૂપિયા અને 1 કરોડ રૂપિયાના મલ્ટીપલમાં ખરીદી શકાય છે.
  • આ બોન્ડ દેશભરની SBIની પસંદ કરેલી શાખાઓ પર ઉપલબ્ધ રહેશે.
  • ચૂંટણી બોન્ડ્સ ફક્ત તે જ ખરીદી શકે છે જેના એકાઉન્ટમાં કેવાયસી વેરિફાઇ થશે.
  • દાન આપનારા લોકોએ બોન્ડ ખરીદ્યાના 15 દિવસની અંદર આ બોન્ડ્સ તેમની પસંદગીની પાર્ટીને આપવાના રહેશે.
  • રાજકીય પક્ષ આ બોન્ડને બેંકમાં એક વેરિફાઇડ એકાઉન્ટ દ્વારા રોકડ કરશે.
  • બોન્ડ દાન કરનાર વ્યક્તિનું નામ ત્યાં રહેશે નહીં અને તેની વિગતો ફક્ત બેંક પાસે રહેશે.
  • બેંક આ બોન્ડ્સ પર કોઈ વ્યાજ ચૂકવતું નથી.
  • કેન્દ્ર સરકારની સૂચના મુજબ બોન્ડ્સ દરેક ક્વાર્ટરની શરૂઆતમાં 10 દિવસ માટે ખરીદી શકાય છે.
  • જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં ચૂંટણીલક્ષી બોન્ડ્સ ખરીદી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here