મુંદરા : વિકાસશીલ મુંદરા શહેરમાં ઉદ્યોગોના આગમનને કારણે ભારે વાહનોની સતત અવર-જવર રહે છે. તેથી અવારનવાર જીવલેણ અકસ્માતના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે મુન્દ્રાના અદાણી પોર્ટ રોડ પર નવા સૂચિત રોડ નજીક સદગુરુ પ્લાઝા પાસે ટ્રેલરે બાઈકને હડફેટમાં લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. પૂરપાટ વેગે દોડતા ટ્રેલરે બાઈકને જોરદાર ટક્કર મારતા મૂળ
યુપીના ૨૦ વર્ષિય યુવાન અમીત પાલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ. હતભાગીના મૃતદેહને મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડીને પોલીસે પી.એમ કરવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here