ભુજ : અહીંના વેપારી સાથે ટ્રાન્સપોર્ટમાં માલ મોકલવાના બહાને ૧.ર૦ લાખની છેતરપિંડી થતાં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી તપન રસિકભાઈ ઠક્કરે જુદા – જુદા નંબર પરથી ફોન કરનાર અજયભાઈ જોષી તેમજ આર.બી.એલ. બેંક વાપીના એકાઉન્ટના નામે ફોન કરનાર વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના ડામરના બેલર ૧૯પ નંગ અગરવાલા (ત્રિપુરા) મોકલવા માટે રૂા. ર,ર૩,પ૦૦નું ભાડું નક્કી કર્યું હતું. જે ભાડા પેટેની રૂા. ૧.ર૦ લાખની રકમ એડવાન્સ પેટે આપી હતી. બાદમાં આરોપીઓએ ટ્રક નહીં મોલવાીને ભાડાના નાણાં પણ પરત ન કરીને વિશ્વાસઘાત ઠગાઈ આચરી હતી, જેને પગલે ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ ટી.એચ. પટેલે આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here