ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

  • ગુજરાતના તમામ તાલુકાઓમાં કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે

રાજકોટમાં રાજપુર કરણી સેના દ્વારા લવ જેહાદને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતભરમાં છેલ્લા દસકાથી હિન્દુ ધર્મની નિર્દોષ બાળાઓને વિધર્મી યુવાનો દ્વારા યેનકેન પ્રકારે લલચાવી ફોસલાવીને ભગાવી જવાના કિસ્સાઓમાં ભારેખમ ઉછાળો આવ્યો છે. કોઈ ધર્મ વિરોધી તાકાતો દ્વારા સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે આ પ્રકારની પ્રવૃત્તિઓને ઉત્તેજન અને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. તેની સામે વાલીઓની સ્થિતિ લાચારજનક બની ગઈ છે. ત્યારે આ પ્રકારની લવ જેહાદની પ્રવૃત્તિઓ પર તાત્કાલિક લગામ મૂકવામાં નહીં આવે તો હિન્દુ ધર્મની સામાજિક પરિસ્થિતિ પર આવનારા સમયમાં મોટુ જોખમ ઉભું થાય તેવી વકી છે.

લવ જેહાદ અને ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવા કરણીસેના મેદાનમાં
જે.પી. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિમાં લવ જેહાદ અને ધર્માંતરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પર લગામ કસવા આ રાજપૂત કરણીસેના મેદાનમાં આવી છે. આ બાબતને લઈને ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારની પર લવ જેહાદ અને ધર્મપરિવર્તન પર લગામ મૂકતો અસરકારક કાયદો તાત્કાલિક ઘડવા માટે ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવશે. ટૂંક સમયમાં ગુજરાતના તમામ તાલુકાઓમાં કરણી સેના દ્વારા આ માટે કલેક્ટરની મુલાકાત લઈ તે આવેદનપત્ર આપવામાં આવશે.

લવ જેહાદ સામે કરણી સેના દ્વારા પરિણામલક્ષી રણનીતિ ઘડી કાઢવામાં આવી છે
જે.પી. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લવજેહાદમાં ભોગ બનેલા વાલીઓની વ્યથાને સમાજ સુધી લઈ જવા માટે કરણી સેના દ્વારા ગુજરાતના ગામે-ગામ સુધી અસરકારક કાર્યક્રમો દ્વારા જનમત તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લવ જેહાદ સામે કરણી સેના દ્વારા પરિણામલક્ષી રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. જે મુખ્ય આગામી સમયમાં કાર્યક્રમો રાખવામાં આવશે. વનવાસી ક્ષેત્રોમાં ચાલી રહેલ મિશનરીઓની ધર્માંતરણની પ્રવૃત્તિ કે જેમાં આર્થિક અને મેડિકલ સહાયના નામે લોકોનું ધર્માંતરણ કરવામાં આવે છે. જેની પર લગામ મૂકવી ખૂબ જરૂરી હોવાનું રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here