• રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી અને બોગસ બીલિંગ કૌભાંડ મુદ્દે હાઈકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો
  • દંડની રકમ વધારે છે, આ રકમનો ઉપયોગ સારા હેતુ માટે કરવા સરકારને હાઈકોર્ટની ટકોર

રાજકોટમાં કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કાળા બજારી અને બોગસ બીલિંગ કૌભાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીમાં આજે રાજ્ય સરકારે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ઇન્જેશન નકલી ન હતા, ઇન્જેક્શનની કાળા બજારી અને બોગસ બીલિંગ કૌભાંડમાં એફ.આઈ.આર. નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

આરોપીઓ સામે આકરા પગલાં લેવાય તે અંગે કાર્યવાહી થઇ રહી છે
ઇન્જેશન્સ નકલી નહીં હોવાના કારણે આઈ.પી.સી. ની કલમ 304 હેઠળ કાર્યવાહી કરી નથી. આરોપીઓ સામે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એકટ, મેનેજમેન્ટ એક્ટ, અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની વિવિધ જોગવાઇઓ બદલ કાર્યવાહી થઇ રહી હોવાની થઈ રહી હોવાની રજુઆત કરવામાં આવી હતી. મહામારી ના આ સમયમાં જીવનરક્ષક દવાઓની કાળા બજારી કરવા બદલ આરોપીઓ સામે આકરા પગલાં લેવાય તે અંગે પોલીસ કાર્યવાહી કરી રહી હોવાની પણ સરકારે રજુઆત કરી હતી. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાશે.

દંડની રકમનો ઉપયોગ શેમાં કરશોઃ હાઇકોર્ટ
ઉપરાંત રાજકોટમાં કોરોના મહામારીના આ સમયમાં જાહેરનામાના ભંગના 3409 કેસ નોંધાયા છે અને 4201 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હોવાની રજુઆત કરાઈ છે. ચેપી રોગ ફેલાય એ રીતની ગતિવિધિ કરવા બદલ રાજકોટમાં 10914 કેસ કરાયા જેમાં 12045 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટમાં 151669 લોકોને થૂંકવા બદલ દંડ કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ પોલીસે રૂ. 6,50,58,300 નો દંડ વસૂલ્યો છે. કોર્ટે સરકારને પૂછ્યું હતું કે આ દંડની રકમ ઘણી વધારે છે, આ રકમ શેમાં ઉપયોગમાં લેશો તેમજ રકમનો ઉપયોગ સારા હેતુ માટે કરવા પણ સરકારને ટકોર કરી હતી. માસ્ક નહીં પહેરનાર અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવા સરકારને કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here