• જાગૃત વર્ગનો સુચક ઈશારો : મગફળીની ચીન નિકાસ કરો બંધ

મગફળીના મબલખ ઉત્પાદન છતાંય સિંગતેલમાં આગજરતી તેજી ? મગફળીની નિકાસ ચાઈના મોટાપાયે થઈ જતી હોવાથી પિલાણ માટે નહિવત જથ્થો બચતા માંગની સામે પુરવઠાની ઘટ્ટથી ભાવોમાં આવે છે મોટો ઉછાળો : જો આજ સ્થિતી રહેશે તો ભવિષ્યમાં ભાવો હજુય ઉચકાશે જેનો ગેરલાભ અત્યારથી જ કાળાબજારીયાઓ-સંગ્રહાખોરો ઉઠાવશે

કચ્છ સહિત રાજ્યભરમાં મગફળીનું મબલક ઉત્પાદન પરંતુ મોટા ભાગનો માલ નિકાસ થઈ જતો હોઈ સર્જાતી સ્થિતિ : બફર સ્ટોક રાખવાની દિશામાં સરકાર વિચારણા કરે તો આમઆદમીને મળી શકે મોટી રાહત : મગફળીના ઉત્પાદનના આધારે નહીં પરંતુ તેલની કિંમતના આધારે પાકના ભાવમાં વધારો – ઘટાડો થતો હોઈ ખેડૂતો પણ બન્યા વેપારીઓના મોહતાજ : તેલની કિંમતમાં વધારો પરંતુ પામોલીન મિકસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે કરાતા ચેડા

તેલીયારાજાઓને બખ્ખા : પ્રજાજનોને કમરતોડ ફટકો : સીંગતેલના ભાવોમાં ભડકો : તંત્ર-સરકાર ઉઘાડે આંખ

ખાટલી મોટી ખોટ : દુશ્મન દેશને રાજી રાખીને કચ્છ-ગુજરાતની પ્રજાને કરાઈ રહ્યું છે નુકસાન..? કોણ અટકાવશે આવી આત્મઘાતી નીતીઓને…!

(બ્યુરો દ્વારા) ગાંધીધામ : ચાઈનિજ ડ્રેગન હાલમાં દુનીયાભરમાં વગોવાઈ ગયો છે. કોરોનાની મહામારીને ફેલાવવાના મુખ્ય કારણ મનાતા ચાઈનિજથી દેરેક અન્ય દેશો સભવત અંતર બનાવવાનુ નકકી કરી લીધુ છે ભારત દ્વારા પણ કડકાઈભર્યા પગલા લેવાઈ રહ્યા હોવાના દેખાડા થાય છે પરંતુ બીજીતરફ આજે પણ ચાઈનામાં કેટલી મુખ્ય કોમોડીટીની ધુમ નિકાસ યથાવત જ રહેવા પામી ગઈ છે અને ભવિષ્યમા ભારત આત્મનિર્ભર હોવા છતા ચાઈનિજ પર નિર્ભર બને અને લોકોને નાહકનો મોંઘવારીનો ફટકો સહન કરવાનો વારો આવે તેવી સ્થિતી નિર્માણ થતી જાણકારો જોઈ રહ્યા છે. આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો વૈશ્વિક મહામારી કોરોનાના પગલે પ્રારંભે લોકડાઉન અને તે બાદ સર્જાયેલી સ્થિતિના કારણે વેપાર ધંધા પર માઠી અસર પડી છે. લોકોની આવકમાં મસમોટું ગાબડું પડયું છે, ત્યારે ઘરના બે છેડા ભેગા કરવા પણ સાંસા પડી રહ્યા છે. જીવન જરૂરીયાતની ખાદ્યચીજો પૈકીના એક એવા તેલના ભાવ પણ ભડકે બળી રહ્યા હોઈ લોકોની રસોઈનો સ્વાદ પણ કડવો બન્યો છે. તેલિયા રાજા અને સરકારની મીલીભગતથી અન્ય ખાદ્ય તેલોની તુલનાએ સિંગતેલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા હોઈ સરકાર આ મુદ્દે કોઈ ઠોસ કાર્યવાહી કરે તો લોકોને રાહત મળી શકે તેમ છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિત રાજયભરમાં મગફળીનું મબલક ઉત્પાદન થાય છે. મગફળી પકવતા ખેડૂતોને રાહત મળે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવે છે. રાજયના અન્ય જિલ્લાઓમાં મગફળી ખરીદીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જો કે કચ્છમાં ખરીદીની જાહેરાત ન કરાતા ખેડૂતોને ના છૂટકે વેપારીઓને ખુલ્લી બજારમાં માલ વેચવાની ફરજ પડી રહી છે, જેનો પુરેપુરો ગેરલાભ પણ ઉઠાવાઈ રહ્યો છે. સામાન્ય રીતે અર્થશાસ્ત્રની પરિભાષામાં વાત કરીએ તો જે વસ્તુનું ઉત્પાદન વધુ તેની કિંમત ઘટે છે. જો કે મગફળીમાંથી બનતા તેલમાં તે લાગુ પડી રહ્યું નથી. કચ્છ સહિત રાજ્યભરમાં મગફળીનું મબલક ઉત્પાદન થાય છે પરંતુ તે પૈકીનો મોટો જથ્થો ચીન સહિતના દેશોમાં નિકાસ થઈ જતો હોઈ એકંદરે અહીં પીલાણ માટે સિમિત જથ્થો રહી જતો હોઈ સીંગતેલના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. મગફળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ ન મુકી શકાય તે હકિકત છે પરંતુ બફર સ્ટોક રાખવાની દિશામાં સરકાર વિચારણા કરે તો આમઆદમીને મોટી રાહત મળી શકે તેમ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે તેના ઉત્પાદન એટલે કે, પુરવઠાના આધારે નક્કી થતા હોય છે, પરંતુ બજાર પર તેલિયા રાજાઓનું આધિપત્ય સ્થાપીત થઈ જતા હવે તેલની કિંમતમાં ભાવની વધ-ઘટના આધારે મગફળીના ભાવ નક્કી કરવામાં આવે છે જેના લીધે ખેડૂતો પણ વેપારીઓના મોહતાજ બન્યા છે. સીંગતેલની કિંમતમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે પરંતુ તેલની શુદ્ધતા બાબતે ગંભીર બાંધછોડ કરવામાં આવી રહી છે. રાજયમાં ઉત્પાદીત થતા સીંગતેલમાં પામોલીનની મોટા પાયે ભેળસેળ કરવામાં આવી રહી છે અને આ પામોલીન તેલ ગાંધીધામના અમુક હોલસેલના બની બેઠેલા વેપારીઓ નીતનવી બ્રાન્ડના નામો તળે ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા હોય તેમ લાગી રહયુ છે. આ માટે સરકાર વેળાસર જાગે, સૌ પ્રથમ મગફળીની નિકાસને ઓછી કરે, ભારતને માટે બફર સ્ટોક રહે તેવી વ્યવસ્થાઓ કરે અને ભાવવધારાની આડમાં કયાંય પણ કાળાબજારી કે સગ્રહખોરી કરનારો વર્ગ ન ફાવી જાય અને પામેાલીનના જ ઠેર ઠેર વેચાણ થતા હોય તો તેને પણ અટકાવવાની દીશામા વિચારે તે જ સમયની માંગ બની રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here