ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દૂર્ઘટનામાં અઝહરુદ્દીનનો જીવ માંડ માંડ બચ્યો છે. મળતી માહિતી મુજબ આ દૂર્ઘટના રાજસ્થાન નજીક લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ નજીક થયો છે. 57 વર્ષના ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવારની સાથે રણથંભૌર ઝઈ રહ્યાં હતા, ત્યારે આ દૂર્ઘટના થઈ.

મોહમ્મદ અઝહરુદ્દીનનો 19 વર્ષનો પુત્ર રોડ અકસ્માતમાં જ મોતને ભેટ્યો હતો. 7 સપ્ટેમ્બર 2016નાં રોજ એક રોડ એક્સીડન્ટમાં 19 વર્ષના અયાઝુદ્દીનની સ્પોર્ટ્સ બાઈક સ્લીપ થઈ જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

ટાયર ફાટવાથી ઘટી દૂર્ઘટના
મળતી માહિતી મુજબ અઝહરુદ્દીન કેટલાંક લોકો સાથે સવાઈ માધોપુર જઈ રહ્યો હતો. કારમાં ચાર લોકો સવાર હતા. કારનું પાછલું ટાયર ફાટી જતા, કાર કંટ્રોલ બહાર થઈ ગઈ હતી અને ફુલ મોહમ્મદ ચોક પર પલટી મારી ગઈ હતી. જે બાદ કાર રોંગ સાઈડ પર જતી રહી અને રસ્તાની સાઈડમાં આવેલા એક ઢાબામાં કાર ઘૂસી ગઈ હતી. ઢાબામાં કામ કરી રહેલો એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ઘાયલ યુવકને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દૂર્ઘટના પછી DSP નારાયણ તિવારી ઘટનાસ્થળે પહોંચ્યા. જાણકારી મુજબ મોહમ્મદ અઝહરુદ્દીન પરિવારની સાથે ન્યૂયર સેલિબ્રેશન માટે સવાઇ માધોપુરના રણથંભૌર જઈ રહ્યાં હતા.અઝહરુદ્દીનની સાથે આવી રહેલી વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માત બાદ બીજી કારથી મોહમ્મદ અઝહરુદ્દીનને હોટલ પહોંચાડવામાં આવ્યા.

જવાનજોધ પુત્રને અકસ્માતમાં જ ગુમાવ્યો હતો
મોહમ્મદ અઝહરુદ્દીનનો 19 વર્ષનો પુત્ર રોડ અકસ્માતમાં જ મોતને ભેટ્યો હતો. 7 સપ્ટેમ્બર 2016નાં રોજ એક રોડ એક્સીડન્ટમાં 19 વર્ષના અયાઝુદ્દીનની સ્પોર્ટ્સ બાઈક સ્લીપ થઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. અયાઝુદ્દીન એરપોર્ટથી પોતાના મિત્રની સાથે હૈદરાબાદ સ્થિત પોતાના ઘરે બંજારા હિલ્સ તરફ જઈ રહ્યો હતો. ત્યારે પોતાની સ્પોર્ટ્સ બાઈકમાં તે સવાર હતો અને પોતાના મિત્રો સાથે રેસ લગાવી રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. અયાઝુદ્દીનની બાઈક પાછળ તેના ફઈનો પુત્ર અઝમલ-ઉર-રહેમાન પણ બેઠો હતો, જેનું દૂર્ઘટના સમયે જ મોત નિપજ્યું હતું. જ્યારે અયાઝુદ્દીનને ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે વધુ પડતું લોહી વહી જવાથી તેમજ માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાને કારણે અયાઝુદ્દીન ટૂંક સારવાર બાદ મોત નિપજ્યું હતું. અયાઝુદ્દીન તેના પિતાની જેમ ક્રિકેટ રમવાનું પસંદ કરતો હતો. અયાઝુદ્દીન, અઝહરુદ્દીની પહેલી પત્ની નૌરીનનો પુત્ર હતો. નૌરીનથી અઝહરુદ્દીનને બે પુત્ર છે. ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા માટે અઝહરુદ્દીને નૌરીનને તલાક આપ્યા હતા.

અઝહરની ક્રિકેટ કારકિર્દી

  • અઝહરે 99 ટેસ્ટ મેચમાં 45.03ની સરેરાશથી 6215 રન બનાવ્યા છે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 199 રન છે. આ ઉપરાંત 334 વનડેમાં તેઓએ 36.92ની એવરેજથી 9378 રન બનાવ્યા છે અને તેનો બેસ્ટ સ્કોર 153* રન રહ્યો છે.
  • મોહમ્મદ અઝહરુદ્દીને વર્ષ 1984માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શરૂઆત કરી હતી. અઝહરે પોતાની પહેલી ટેસ્ટ મેચ 31 ડિસેમ્બર 1984નાં રોજ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમ્યો. તેમની શાનદાર બેટિંગ સ્ટાઈલને કારણે તેમને કાંડાનો જાદુગર કહેવાય છે.
  • મોહમ્મદ અઝહરુદ્દીન 1990માં ટીમ ઈન્ડિયાના કેપ્ટન બન્યાં. અઝહરુદ્દીને 1992, 1996 અને 1999ના વર્લ્ડમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી. મોહમ્મદ અઝહરુદ્દીને પોતાની કેપ્ટનશિપમાં ભારતને 14 ટેસ્ટ અને 90 વનડે મેચ જીતાડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here