ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં નિર્માણ પામનારી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-ખાતમૂહૂર્ત કરવામાં આવશે.આ ઈ – ખાતમૂર્ત સમયે સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને સાંસદો ઉપસ્થિત રહેશે. ખંઢેરી ગામ પાસે એઈમ્સનું નિર્માણ થશે

રાજકોટ-જામનગર હાઈવે પર ખંઢેરી ગામ ખાતે 200 એક્ટર વિશાળ જગ્યા પર એક હજાર 195 કરોડના ખર્ચે એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ થવાનું છે.. આજે ખાતમૂહૂર્ત કાર્યક્રમને લઈને રાજકોટ રૂરલ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગઈકાલથી ગોટવી દેવાયો છે..અંદાજિત  1000થી પણ વધુ પોલીસ કર્મીનો સુરક્ષા વ્યવસ્થા જોડાયા છે જેમાં સ્થળ પર 200થી વધુ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવશે.

200થી વધુ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવશે

 • ખંઢેરી ગામ પાસે એઈમ્સનું નિર્માણ થશે
 • ૨૦૦ એકર જમીન પર રૂ. ૧,૧૯૫ કરોડના ખર્ચે થશે નિર્માણ
 • ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગ્સનું થશે નિર્માણ
 • એઈમ્સના ૧૭માંથી ૯ પ્લાનને રૂડાએ આપી છે મંજૂરી

ખંઢેરી ગામ પાસે એઈમ્સનું નિર્માણ થશે

 • 71 હજાર સ્કવેર મીટરમાં 750 બેડની હોસ્પિટલ બનશે.
 • 22.500 સ્કવેર મીટરમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, એડમિન બિલ્ડિંગ બનશે
 • 2,500 સ્કવેર મીટરમાં ઓડિટોરિયમ અને કોન્ફોરન્સ હોલ તૈયાર કરાશે
 • 3,700 સ્કવેર મીટરમાં 250 વ્યક્તિ માટે નાઈટ શેલ્ટર હાઉસ તૈયાર કરાશે.
 • 650 સ્કવેર મીટરમાં 14 રૂમનું ગેસ્ટ હાઉસ થશે તૈયાર
 • 12 હજાર સ્કેવર મીટરમાં વિવિધ કેટેગરીના આવાસ તૈયાર કરાશે.

22.500 સ્કવેર મીટરમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, એડમિન બિલ્ડિંગ બનશે

 • 7,400 સ્કેવર મીટરમાં 313 વિદ્યાર્થીઓની ક્ષમતાની પીજી હોસ્ટેલ તૈયાર કરાશે.
 • 5,750 સ્કેવર મીટરમાં 240 બોયઝ અવે 240 ગર્લ્સની ક્ષમતાની યુ.જી. હોસ્ટેલ તૈયાર થશે.
 • 1,730 સ્કવેર મીટરમાં ડાઈનિંગ હોલ તૈયાર થશે.
 • 4 હજાર સ્કવેર મીટરમાં વર્કિંગ નર્સિંગ હોસ્ટેલનું નિર્માણ થશે.
 • 250 સ્કવેર મીટરમાં શોપિંગ કોમ્પલેક્ષ અને રેસ્ટોરેન્ટનું થશે નિર્માણ
 • રમતગમત માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here