કોરોના કાળના કારણે આ વર્ષે થર્ટી ફસ્ટની ઉજવણી પર રાજ્ય સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. પોલીસે શહેરની જનતાને પોતાના ઘરમાં રહીને નવા વર્ષની ઉજવણી કરવા માટે વિનંતી  કરી છે તેેમ છતાં કોઇપણ વ્યક્તિ રાત્રે ૯ વાગ્યા બાદ ઘરની બહાર નીકળશે તો થર્ટી ફસ્ટની ઉજવણી જેલમાં કરવી પડશે. પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં આજે નાકાબંધી કરીને સરદારનગર, કાગડાપીઠ, નરોડા અને નારોલ સહિતના વિસ્તારોમાં દારુના અડ્ડા પર દરોડા પાડતાં બુટલેગરો ભૂગર્ભમાં  ઉતરી ગયા છે.  ઉપરાંત નિકોલથી નારોલ સુધી એસપી રિંગ  ઉપર આવેલા ફાર્મ હાઉસ અને પાર્ટીપ્લોટ ઉપર પોલીસને ચાંપતી નજર રાખવામાં આવશે.

નિકોલથી નારોલ સુધી એસપી રિંગ  ઉપર આવેલા ફાર્મ હાઉસ અને પાર્ટીપ્લોટ ઉપર પોલીસને ચાંપતી નજર રાખવામાં આવશે

પૂર્વ વિસ્તારમાં દારુ પી છાકટા બનીને ફરનારાને ઝડપી પાડવા માટે બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસની ખાસ ટીમો ઠેર ઠેર તૈનાત રહેશે. સરદારનગર, કાગડાપીઠ, નારોલ, નરોડા સહિતના વિસ્તારમાં  દારુના અડ્ડાઓ  પર દરોડા પાડતા બુટલેગરો ભૂગર્ભમાં જતા રહ્યા છે, પોલીસે નશામાં ફરતા લોકોને ઝડપવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરી છે. સીસીટીવી ફૂટેજ આધારે જાહેરમાં  રખડતા  લોકોના ઘરે પોલીસ પહોચશે

સીસીટીવી ફૂટેજ આધારે જાહેરમાં  રખડતા  લોકોના ઘરે પોલીસ પહોચશે

દિવાળીના તહેવારોમાં સરકારે વધારે પડતી છૂટછાટ આપી  હોવાથી દિવાળીના પર્વમાં બજારોમાં ભારે ભીડ એકઠી થઇ હતી જેના કારણે કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો હતો અને અમદાવાદ શહેર ફરીથી કોરોનાના સરભાડામાં સપડાયું હતું, કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફૂયું પાડવાની  ફરજ પડી હતી.

સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફૂયું પાડવાની  ફરજ પડી

પૂર્વ વિસ્તારના એડિશન પોલીસ કમિશનર ગૌતમ પરમારે જણાવ્યું  કે  આવતી કાલે ગુરુવારે થર્ટી ફ્સ્ટની ઉજવણીને ઉપર પણ  કોરોનાના  કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઇને આજે સમી સાંજથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર નાકા બંધીને કરીને અસામાજિક તત્વોને ઝડપી પાડવા તથા સરદાનગર, કાગડાપીઠ, ઓઢવ, નારોલ  તથા નિકોલ સહિતની વિસ્તારમાં પોલીસે દારુના અડ્ડાઓ પર દરોડા પાડયા હતા.

ગુરુવારે  અમદાવાદમાં પશ્ચિમ તથા પૂર્વ વિસ્તારમાં તમામ નાકા પોઇન્ટ  ઉપર દારુ પીને છાકટા બનીને રખડતા લોકોને પકડવા માટે પોલીસ બ્રેથ  એનેલાઇઝર સાથે તૈનાત કરીને તમામ લોકોનું ચેકિંગ કરશે. તેમ છતાં પણ લોકો પોલીસને થાપ આપીને રખડવા નીકળશે તો ચાર રસ્તા સહિત આસપાસની દુકાનો મોલ, પેટ્રોલ પંપ સહિતના સ્થળે લગાડેલા સીસીટીવી ફૂટેજ ચે કરીને પોલીસ ગણતરીની મિનિટમાં  ઘરે  આવી પહોચશે અને આવા લોકો સામે ગુનો નોધીને જેલ હવાલે કરવામાં આવશેે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here