અમદાવાદશહેરમા ૧૭મી માર્ચે જીવલેણ કોરોના વાયરસે પગ મુક્યાને આજે સાડા નવ મહિના થઇ ગયા છે. અત્યાર સુધીમાં ૫૮૬૭૭ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે, જેમાંથી ૨૧૯૩ દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. દરમ્યાનમાં કોરોના વિરોધી રસી – વેક્સીન પર સૌની મીટ મંડાયેલી છે. આ અંગે અત્યાર સુધી સર્વેમાં ૬૮૦૦૯૦ અને ઓનલાઇન ૬૫૨૫ મળીને કુલ ૬૮૬૬૧૫ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે.

કોરોના

મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલોના સહયોગમાં રસીકરણની તૈયારી કરી

સર્વે દરમ્યાન સૌથી આંચકો આપનારી બાબત એ નજર સામે આવી છે કે સરખેજ, મક્કતમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, રખિયાલ અને ગોમતીપુરના મોટાભાગના નાગરિકો સર્વે કરવા ગયેલાં કર્મચારીને તેમની વિગતો આપતા ના હતાં. વેક્સીન સામે પ્રવર્તતી શંકા આ માટે જવાબદાર હોવાનું જણાય છે. કેટલાંક લોકો રિએકશન કેવા આવશે ? તેવા ભયથી પણ હજુ સંપૂર્ણ સહમત નથી થતા. દરમ્યાનમાં આજે ડબલ્યુએચઓ અને આઈઆઈપીએચ – ઈન્ડીયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લીક હેલ્થ વગેરેની સૂચના સંદર્ભમાં મ્યુનિ. હેલ્થ વિભાગની ખાનગી હોસ્પિટલના ડોકટરો સાથે સેમીનાર યોજાયો હતો.

વેક્સીનેશન સર્વેમાં કેટલાં લોકો નોંધાયા ?

ઝોન૫૦ વર્ષથી૫૦ વર્ષનીકુલ
ઉપરનાકોર્મોબિડ
ઉત્તર ઝોન૧૦૬૭૧૮૩૯૮૨૧૧૦૭૭
પશ્ચિમ ઝોન૧૩૦૫૧૪૩૭૦૬૧૩૪૨૨૦
દક્ષિણ ઝોન૭૮૪૫૯૭૫૦૧૮૫૯૬૦
પૂર્વ ઝોન૯૩૩૭૭૨૮૫૨૯૬૨૨૯
મધ્ય ઝોન૯૨૭૫૨૩૭૯૯૯૫૫૫૧
ઉત્તરપશ્ચિમ ઝોન૧૦૬૭૯૬૧૪૫૨૧૦૮૨૪૮
દક્ષિણપશ્ચિમ ઝોન૪૬૭૦૧૧૪૮૧૪૮૧૮૨
કુલ૬૫૫૩૧૭૨૪૭૭૩૬૮૦૦૯૦

૫૫૦૦૦ હેલ્થ વર્કર અને ૫૧૦૦૦ ફ્રન્ટલાઇન વોરિયરને પહેલાં રસી મૂકવામાં આવશે તેવું નક્કી થયું

જેમાં વેક્સીનનો ઉપયોગ કઇ રીતે કરવો, પાછળથી મેડિકલ વેસ્ટનો નિકાલ કેમ કરવો, નાગરિકને રિએકશન જેવું જણાય તો શું કરવું વગેરેની ચર્ચા થઇ હતી. ૫૫૦૦૦ હેલ્થ વર્કર અને ૫૧૦૦૦ ફ્રન્ટલાઇન વોરિયરને પહેલાં રસી મૂકવામાં આવશે તેવું નક્કી થયું હતું.

કોરોના

જો કે રસી ક્યારે આવશે, ક્યાંથી આવશે, કઇ કંપનીની હશે તે બાબતો હજુ નક્કી નથી. ઉપરાંત રસી માટે પસંદ કરતા સ્થળોએ ત્રણ રૂમ એવા હશે, જેમાં પહેલાં રૂમમાં નાગરિક વેઇટિંગ માટે બેસશે, બીજામાં રસી મૂકાશે અને ત્યારબાદ ત્રીજા રૂમની બેઠક વ્યવસ્થામાં તે થોડો સમય બેસશે. જેથી રિએકશન આવે તો તુરત તેની સારવાર થઇ શકે. રસીકરણ સમયે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેનું ખાસ ધ્યાન રખાશે. જે લોકોનો સર્વે થયેલો છે તેમના મોબાઇલમાં મેસેજ આવશે કે તેમને કઇ તારીખે, કેટવા લાગ્યે, કયા સ્થળે રસી લેવા માટે જવાનું છે. લોકો ‘ઓનલાઇન’ તેમજ નજીકના અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઇને તેમનું અને તેમના કુટુંબીજનોનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે તેમ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here