ઉત્તર ભારતમાં આજે પણ કાતિલ ઠંડી યથાવત રહેતા સામાન્ય જનજીવન મુશ્કેલ બની ગયું હતું. જમ્મુ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે ઠંડીની સાથે ધુમ્મસનું પ્રમાણ પણ વધી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ધુમ્મસને કારણે દ્રશ્યતાનું પ્રમાણ ઘટી જવાને કારણે અન્ય ફલાઇટો કેન્સલ કરવાની ફરજ પડી હતી. માઉન્ટ આબુ માઇનસ ૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે આજે પણ થીજી ગયું હતું. ગુરુ શિખરમાં ઠેર ઠેર બરફના થર જામી ગયા હતાં.

ઠંડી

દિલ્હીમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યુ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ આજે ધુમ્મસનું પ્રમાણ વધારે રહ્યું હતું. પાલમ વિસ્તારમાં ધુમ્મસને કારણે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ માત્ર ૫૦ મીટર જ હતું. જો કે સવારે ૯ વાગ્યે આ પ્રમાણ વધીને ૪૦૦ મીટર થયું હતું.

ઠંડીની સાથે ધુમ્મસથી વાહનવ્યવહારને અસર

દિલ્હીમાં આજે હવાની ગુણવત્તા પુઅર કેટેગરીમાં રહી હતી. ૨૪ કલાકનો સરેરૈાશ એર કવાલિટી ઇન્ડેક્સ(એક્યુઆઇ) ૨૯૦ રહ્યો હતો. ધુમ્મસને કારણે જમ્મુ એરપોર્ટ પર આવતી અને જતી ૯ ફલાઇટ રદ કરવામાં આવી હતી. રાજ્યના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા યથાવત રહી હતી. જમ્મુ એરપોર્ટના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર પાંચ ફલાઇટના સમયમાં વિલેબ થયો હતો.

ભારત

કાશ્મીરના ગુલમર્ગ અને શ્રીનગરમાં અનુક્રમે માઇનસ 11 અને માઇનસ 2.2 ડિગ્રી સે. તાપમાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડોડાના ભાદેરવાડમાં લઘુતમ તાપમાન માઇનસ ૩.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. કાશ્મીરના ગુલમર્ગમાં માઇનસ ૧૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.પહલગામમાં માઇનસ ૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. શ્રીનગરમાં માઇનસ ૨.૨ ડિગ્રી ઠંડી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૩ થી ૫ જાન્યુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. કેલોંગમાં માઇનસ ૧૨.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. શિમલામાં ૦.૯ ડિગ્રી ઠંડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here