હાથરસની ઘટનાને લઇને સતત રાજકીય હલચલ ચાલી રહી છે. સોમવારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પીડિત પરિવારની મુલાકાતે ગયા હતા. સંજય સિંહએ મુલાકાત બાદ કહ્યું હતું કે પરિવાર ભયભીત છે, આખા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે, તેમણે સીબીઆઈની તપાસ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.


જો કે સંજય સિંહ પરિવારને મળ્યા બાદ બહાર આવ્યા ત્યારે તેની ઉપર શાહી ફેંકાઈ હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. આમ આદમી પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here