વ્યક્તિગત પગારદાર અને કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા માટેની મુદત ૩૧મી ડિસેમ્બરથી લંબાવીને ૧૦મી જાન્યુઆરી ૨૧ કરી આપવાની જાહેરાત ભારત સરકારના નાણાં મંત્રાલયે આજે કરી છે. બિઝનેસ માટેના ટેક્સ રિટર્ન ફાીલ કરવાની તારીખ લંબાવીને ૧૫મી ફેબ્રુઆરી કરી આપવામાં આવી છે. તેમને માટે છેલ્લી તારીખ ૩૧મી જાન્યુઆરી હતી. જોકે એક કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા અને ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાને પાત્ર કેટેગરીમાં આવતા બિઝનેસ માટે ટેક્સ ઑડિટ રિપોર્ટ અપલોડ કરવાની તારીખ ૧૫મી જાન્યુઆરી કરી આપવામાં આવી છે. જોકે તેમને રિટર્ન ફાઈલ કરવા માટે ૧૫મી ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની તારીખ સરકારે લંબાવી દીધી હોવાથી એક પણ કરદાતાઓ લૅટ ફી ભરવી પડશે જ નહિ.

ભારત સરકારે આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાની આ વરસે ત્રીજીવાર તારીખ લંબાવી છે. કોરોનાની મહામારીને પરિણામે આપદાઓનો સામનો કરી રહેલા કરદાતાઓને રાહત મળે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઑડિટને પાત્ર ન હોય અને એક કરોડ રૂપિયા સુધીની આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓ, પેન્શનર્સ અને બિઝનેસે ૨૦૨૦-૨૧ના આકારમી વર્ષના રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખ લંબાવીને ૧૦મી જાન્યુઆરી કરી આપવામાં આવી છે.

રોકાણ

કોરોનાને પરિણામે ત્રીજીવાર રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવામાં આવી

અગાઉ રિટર્ન ફાઈલ કરવાની તારીખ બે વાર લંબાવવામાં આવી હતી. કોરોનાને પરિણામે સર્જાયેલી અસાધારણ સ્થિતિને ધ્યાનમાં લઈને ત્રીજીવાર રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. આઈટીઆર-૧ અને આઈટીઆર-૪માં રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓને વધારાના સમયગાળાની આ સુવિધા આપવામાં આવી છે.

સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ ગણવાની છેલ્લી તારીખ ૩૧મી ડિસેમ્બર હતી તે વધારીને ૩૧મી જાન્યુઆરી કરી લેવામાં આવી છે. જેમની વેરો ભરવાની જવાબદારી ૧ લાખની હોય તેમને ૧૫ંમી જાન્યુઆરી સુધી રિટર્ન ફાઈલ કરવા ફરજ પાડી રહીત. ભાગીદારી પેઢી સહિતના ઑડિટને પાત્ર અને વાર્ષિક રૂા. ૧ કરોડથી વધારેની આવક ધરાવતા કરદાતાની કટેગરીમાં આવતા કરદાતાઓને આવકવેરાનું રિટર્ન આગામી ૧૫મી ફેબ્રુઆરી સુધી ફાઈલ કરવાની છૂટ આપવામાં આવી છે.

તેમણે તેમના આંતરરાષ્ટ્રીય નાણાંકીય વહેવારોની વિગતો પણ જાહેર કરવાની હોય છે. કોવિડ-૧૯ની મહામારીને પરિણામે કરદાતાઓને તેમના રિટર્ન ફાઈલ કરવામા સતત તકલીફ પડી રહ ીહોવાનું સ્પષ્ટ થતાં તેમના ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવી આપવામાં આવી છે.

કંપનીઓ માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખે ૩૧મી ઓક્ટોબરથી લંબાવીને ૩૦મી નવેમ્બર અને ત્યારબાદ ૩૧મી જાન્યુઆરી કર્યા બાદ હવે ૧૫મી ફેબ્રુઆરી કરી આપવામાં આવી છે. આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષમાાં ૨૮મી ડિસેમ્બર સુધીમાં દેશમાંથી કુલ ૪.૫૪ કરોડ કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કરી દીધા છે. ગયા વર્ષે ૨૮મી ડિસેમ્બર સુધીમાં ૪.૭૭ કરોડ કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કરી દીધા હતા. આકારણી વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં ડેડલાઈન આવી ત્યાં સુધીમાં લૅટ ફી ભર્યા વિના જ જ કુલ મળીને ૫.૬૫ કરદાતાઓએ રિટર્ન ફાઈલક રી દીધા હતા. જે કરદાતાઓએ આંતરરાષ્ટ્રીય આર્થિક વહેવારો કર્યા હોય કે પછી સ્પેસિફિક ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્સન કર્યા હોય તેવા કરદાતાઓને તેમનું રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખ લંબાવીને ૧૫મી ફેબ્રુઆરી કરવામાં આવી છે.

રિટર્ન

વિવાદ સે વિશ્વાસ સ્કીમની મુદત પણ લંબાવવામાં આવી

વેરા સમાધાન માટેની યોજના વિવાદ સે વિશ્વાસ સ્કીમની મુદત ૩૧મી ડિસેમ્બરથી લંબાવીને ૩૧મી જાન્યુઆરી કરી આપવામાં આવી છે. આ યોજનાને જોઈએ તેટલો પ્રતિભાવ ન મળ્યો હોવાથી સરકાર દ્વારા યોજના લંભાવામાં આવી છે. આ યોજનાનો અત્યાર સુધીમાં માંડ ૨૦ ટકા લોકોએ જ લાભ લીધો હોવાનું માનવામાં આવે છે.

જીએસટીના રિટર્ન ફાઈલ કરવાની મુદત 28મી ફેબ્રુઆરી કરાઈ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની મુદત પણ લંબાવીને ૨૮મી ફેબ્રુઆરી કરી આપવામાં આવી છે. આ મુદતમાં એક સામનોટ બે માસનો વધારો કરી આપવામાં આવ્યો છે. ૨૦૧૯-૨૦ના વર્ષનું રિટર્ન તેમણે ફાઈલ કરવાનું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષનું જીએસટીઆર ૯ અને ૯સી ફાઈલ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here