અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોનાની વેક્સિન આપવાની તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. અમદાવાદ મ્યુનિ.ને આશા છે કે, ઉતરાયણ પછી એટલે કે, ૧૫મી જાન્યુઆરી પછી વેક્સિન આવી જશે. વેક્સિનના પ્રોટોકોલ પ્રમાણે, ૬૮૨ ટીમોને તાલિમ આપવામાં આવી છે.
એક ટીમ એક દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦ વ્યક્તિઓને રસી આપી શકશે. રસી આપ્યા બાદ નાગરિકને એક કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાશે જેથી મોટા પરિસરોની જરૂર પડશે. આથી, અમદાવાદ મ્યુનિ.એ શહેરની ૩૦૦ સ્કૂલોને વેક્સિન સેન્ટરમાં ફેરવી દીધી છે.
બુધવારે મ્યુનિ.એ ૩૦ ખાનગી હોસ્પિટલોનો સેમિનાર યોજ્યો હતો જેમાં રસી આપ્યા બાદ જો કોઇ કોમ્પલીકેશન આવે તો શું ટ્રીટમેન્ટ આપી શકાય ? તે અંગે વિગતવાર ચર્ચા થઇ હતી સાથે વેક્સિન આપવામાં ખાનગી હોસ્પિટલો શું ભુમિકા ભજવી શકે તે અંગે માહિતી અપાઇ હતી.
યુકેમાં ઓક્સફોર્ડની કોરોના વેક્સિનના ઉપયોગની મંજુરી મળી ગઇ છે. અગામી દિવસોમાં બ્રિટેનના લોકોને ઓક્સફોર્ડ-એસ્ટ્રોજેનેકા રસી આપવામાં આવશે આ સાથે ભારતમાં પણ વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય તેવી આશા સેવાઇ રહી છે. ભારતમાં પણ આ વેક્સિનના એપ્રુવલની સંભાવના વધારે છે.about:blankabout:blankabout:blank
આથી, અગામી ૧૫મી જાન્યુઆરી પછી અમદાવાદ સહિત અન્ય સ્થળોએ કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ થાય તેવી આશા બંધાઇ છે જેથી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રસીકરણ માટે સ્ટાફને તાલિમ અને ખાનગી હોસ્પિટલોની ભાગીદારી અંગે પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે સાથે તાલિમના સેમિનાર યોજાઇ રહ્યાં છે અને ખાનગી હોસ્પિટલો કોરોના વેક્સિનની કામગીરીમાં શું મદદ કરી શકે તે માટેનું આયોજન થઇ રહ્યું છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં ૬૮૨ ટીમોને કોરોના વેક્સિનની કામગીરી માટેની સંપૂર્ણ તાલિમ આપી દેવાઇ છે.
એક ટીમ દૈનિક ૧૦૦ લોકોને રસી આપી શકે છે સાથે અમદાવાદ મ્યુનિ.એ વેક્સિન રાખવા માટેના સ્ટેશન પણ સજ્જ કરી દીધાં છે. અમદાવાદ મ્યુનિ.ના અધિકારી નામ ન આપવાની શરતે જણાવે છે કે, ‘એક દિવસમાં અમે ઓછામાં ઓછા ૫૦ હજાર લોકોને અને વધુમાં વધુ બે લાખ લોકોને રસી આપી શકીએ તે રીતે સજ્જ છીએ.
શહેરની ૩૦૦ મોટી શાળાઓમાં વેક્સિન સેન્ટર તૈયાર કર્યા છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ખાસ વ્યવસ્થા કરી છે સાથે એક નાગરિકને રસી આપ્યા બાદ તેનું એક કલાક સુધી ઓબ્ઝર્વેશન કરવાનું છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અનિવાર્ય છે.
બોડકદેવ વોર્ડના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ૩૦ ખાનગી હોસ્પિટલો સાથે સેનિનાર યોજ્યો હતો જેમાં વેક્સિનની કામગીરીમાં તેઓ શું મદદરૂપ થઇ શકે અને તેમની ભૂમિકા શું હોઇ શકે તેની વિસ્તૃત માહિતી અપાઇ હતી.’
કેટલા કર્મચારીઓને તાલીમ અપાઈ
હોદ્દાની વિગત સંખ્યા
AMCના વિવિધ વિભાગના HOD ૨૦
ઝોન કક્ષાના અધિકારીઓ ૨૦
મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓ ૨૦૩
UHC, CHC સહિત અન્ય સ્ટાફ ૫૩૧
હેલ્થ સ્ટાફ, આંગણવાડી વર્કર ૪૩૫૮
કોલ્ડ ચેઇન સ્ટાફ ૮૮
રસીકરણ માટે કોરોના વોરિયર્સ અને નોંધાયેલા નાગરિકોની સંખ્યા
વિગત સંખ્યા
સરકારી સંસ્થાના કોરોના વોરિયર્સ ૩૩,૭૬૨
પ્રાઇવેટ હોસ્પિટલના કોરોના વોરિયર્સ ૧૯,૯૨૦
૫૦ વર્ષથી ઉંમરના વ્યક્તિની સંખ્યા ૬,૫૫,૩૧૭
૫૦ વર્ષથી ઓછા, કો-મોર્બીડીટી ૨૪,૭૭૩
કુલ ૭,૩૩,૭૭૨