Changes From January 1, 2021: નવુ વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી છે. આવતીકાલથી એટલે કે 1 જાન્યુઆરીથી તમારા ઘરનું કેલેન્ડર જ નહી પરંતુ તમારા જીવન સાથે સંબંધિત અનેક વસ્તુઓ બદલાવા જઇ રહી છે. અહીં અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ તે 10 મોટા બદલાવ વિશે જેને જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ બદલાવ તમારા ઘર, તમારી કાર, તમારા જીવન અને તમારા પરિવારને લગતા છે.

નવા વર્ષથી આ સ્માર્ટફોન્સમાં કામ નહી કરે Whatsapp

whatsapp

પોપ્યુલર ઇન્સટન્ટ મેસેજિંગ એપ Whatsappનો સપોર્ટ આગામી વર્ષની શરૂઆત એટલે કે 1 જાન્યુઆરી 2021થી કેટલાંક સ્માર્ટફોન્સ માટે બંધ કરી દેવામાં આવશે. જે સ્માર્ટફોન્સમાં Whatsapp સપોર્ટ નહી કરે તેમાં એન્ડ્રોયડ અને આઇફોન સામેલ છે. એટલે કે જૂના વર્ઝનના સોફ્ટવેરમાં Whatsapp કામ નહી કરે. રિપોર્ટ અનુસાર iOS 9 અને એન્ડ્રોયડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમ કરતાં પણ જૂના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન્સ પર Whatsapp કામ નહી કરે. iPhone 4 અથવા તેનાથી જૂના આઇફોન પરથી પણ Whatsappનો સપોર્ટ ખતમ કરવામાં આવી શકે છે. જો કે તેનાથી આગામી વર્ઝનના આઇફોન એટલે કે iPhone 4s, iPhone 5s, iPhone 5C, iPhone 6, iPhone 6sમાં જો જૂનુ સોફ્ટવેર હોય તો તેને એપડેટ કરી શકાય છે. અપડેટ કર્યા બાદ આ આઇફોન મોડેલમાં Whatsapp ચલાવી શકાશે. એન્ડ્રોયડ સ્માર્ટફોન્સની વાત કરીએ તો Android 4.0.3 કરતાં પણ જૂના વર્ઝન પર ચાલતા સ્માર્ટફોન્સ પર Whatsappનો સપોર્ટ નહીં મળે.

1 જાન્યુઆરીથી બદલાઇ જશે GST રિટર્નના નિયમ

નાના વેપારીઓને રાહત આપવા સરકાર સેલ્સ રિટર્ન મામલે કેટલાક વધુ પગલા ભરવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત જીએસટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે. સૂત્રો અનુસાર આ નવી પ્રક્રિયામાં પાંચ કરોડ રૂપિયા સુધીનો ધંધો કરનારા નાના ઉદ્યોગપતિઓએ આગામી વર્ષે જાન્યુઆરીથી વર્ષ દરમિયાન માત્ર 4 સેલ્સ રિટર્ન ફાઇલ કરવા પડશે. આ સમયે, વેપારીઓએ માસિક ધોરણે 12 રિટર્ન (જીએસટીઆર 3 બી) ફાઇલ કરવા પડશે. આ સિવાય 4 જીએસટીઆર 1 ભરવું પડશે. નવો નિયમ અમલમાં આવ્યા બાદ કરદાતાઓએ ફક્ત 8 રિટર્ન ભરવાના રહેશે. તેમાંથી 4 જીએસટીઆર, 3 બી અને 4 જીએસટીઆર 1 રીટર્ન ભરવાના રહેશે.

નવા વર્ષથી ચેક પેમેન્ટના નિયમોમાં આવશે બદલાવ

ચેક

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI) નવા વર્ષની પહેલી સવારે એટલે કે 1 જાન્યુઆરી 2021થી ચેક દ્વારા પેમેન્ટ (Cheque Payment) કરવાના નિયમોમાં બદલાવ કરી રહી છે. RBIના નવા પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) અંતર્ગત ચેક દ્વારા 50,000 રૂપિયા કે તેથી વધુની પેમેન્ટ પર કેટલીક જાણકારીઓની ફરી વાર પુષ્ટિ કરવી પડશે. જો કે આ એકાઉન્ટ હોલ્ડર પર આધારિત હશે કે તે આ સુવિધાનો લાભ લેવા માગે છે કે નહીં. દેશમાં ઝડપથી વધી રહેલા બેન્કિંગ ફ્રોડના કેસો પર રોક લગાવવા માટે RBIએ આ નિર્ણય લીધો હતો.

1 જાન્યુઆરીથી UPI પેમેન્ટ પર ચૂકવવો પડશે વધુ ચાર્જ

1 જાન્યુઆરીથી, એમેઝોન પે, ગૂગલ પે અને ફોન પેથી ટ્રાન્ઝેક્શન પર વધારાના ચાર્જ ચૂકવવા પડશે. ખરેખર, NPCIએ 1 જાન્યુઆરીથી થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડ્સ દ્વારા સંચાલિત યુપીઆઈ પેમેન્ટ સર્વિસ (UPI Payment) પર વધારાનો ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. એનપીસીઆઈએ નવા વર્ષે થર્ડ પાર્ટી એપ પર 30 ટકા કેપ લગાવી દીધી છે.જોકે, પેટીએમએ આ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

ગાડીઓ પર 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ લગાવવુ ફરજિયાત

ગાડીઓ પર 1 જાન્યુઆરી 2021થી ટોલ પાર કરવા માટે ફાસ્ટેગ જરૂરી હશે. ફાસ્ટેગ વિના નેશનલ હાઇવે ટોલ પાર કરનારા ચાલકોએ બમણો ચાર્જ ચુકવવો પડશે. હાલ તમામ ટોલ પ્લાઝા પર 80 ટકા લાઇનોનો ફાસ્ટેગ અને 20 ટકા લાઇનોનો કેશમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 1 જાન્યુઆરીથી તમામ લાઇવો ફાસ્ટેગ થઇ જશે. તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં ઓછામાં ઓછા 150 રૂપિયાની રકમ રાખવી પડશે. નહીંતર ફાસ્ટેગ બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે બદલાશે નિયમ

રોકાણકારોના હિતોને ધ્યાનમાં લેતા માર્કેટ રેગ્યુલેટર સેબીએ જોખમ ઘટાડવા મ્યુચ્યુઅલ ફંડ્સના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. સેબીએ મલ્ટિકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અસેટ અલોકેશન નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, હવે ફંડ્સના 75 ટકા ઇક્વિટીમાં રોકાણ કરવું પડશે, જે હાલમાં ઓછામાં ઓછું 65 ટકા છે. સેબીના નવા નિયમો અનુસાર મલ્ટિ-કેપ ફંડ્સનું સ્ટ્રક્ચર બદલાશે. મિડકેપ અને સ્મોલકેપમાં 25-25 ટકા રોકાણ કરવુ જરૂરી બનશે. તે જ સમયે, 25 ટકા લાર્જ કેપ્સમાં રોકવા પડશે. અગાઉ, ફંડ મેનેજરો તેમની પસંદગી પ્રમાણે ફાળવણી કરતા હતા. હાલમાં મલ્ટિકેપમાં લાર્જકેપનું વેટેજ વધારે છે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2021 થી અમલમાં આવશે.

1 જાન્યુઆરીથી જલ્દી મળશે વીજ કનેક્શન

સરકાર વીજ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી શકે છે. વીજ મંત્રાલય 1 જાન્યુઆરીથી ગ્રાહક અધિકારના નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પછી, વીજ વિતરણ કંપનીઓએ નિર્ધારિત સમયગાળામાં ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવાની રહેશે, જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જાય તો ગ્રાહકને દંડ થઈ શકે છે. નિયમોનો ડ્રાફ્ટ કાયદા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. મંજૂરી મળ્યા પછી, ગ્રાહકોને નવું કનેક્શન મેળવવા માટે વધુ પેપરવર્ક કરવાની જરૂર રહેશે નહીં. કંપનીઓએ શહેરી વિસ્તારમાં સાત દિવસની અંદર, નગરપાલિકા વિસ્તારમાં 15 અને ગ્રામીણ વિસ્તારોમાં એક મહિનામાં વીજળી કનેક્શન આપવાનું રહેશે.

ઓછા પ્રીમિયમમાં 1 જાન્યુઆરીથી ખરીદી શકશો ટર્મ પ્લાન

1 જાન્યુઆરીથી, તમે ઓછા પ્રીમિયમ માટે એક સરલ જીવન વીમા (સ્ટાન્ડર્ડ ટર્મ પ્લાન) પોલીસી ખરીદી શકશો. IRDAIએ વીમા કંપનીઓને આરોગ્ય સંજીવની નામનો સ્ટાન્ડર્ડ રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન રજૂ કર્યા બાદ એક સ્ટાન્ડર્ડ ટર્મ લાઇફ ઇન્સ્યુરન્સ રજૂ કરવા સૂચના આપી છે. આ જ સૂચનાઓને પગલે વીમા કંપનીઓ 1 જાન્યુઆરીથી એક સરળ જીવન વીમા પોલિસી શરૂ કરશે. નવી વીમા યોજનામાં, ઓછા પ્રીમિયમ માટે ટર્મ પ્લાન ખરીદવાનો વિકલ્પ હશે. ઉપરાંત, તમામ વીમા કંપનીઓની પોલીસીમાં શરતો અને કવરની રકમ સમાન હશે.

લેન્ડલાઇનથી મોબાઇલ પર કૉલ કરતા પહેલા લગાવવો પડશે ઝીરો

1

દેશભરમાં લેન્ડલાઇનથી મોબાઇલ પર કૉલ કરવા માટે હવે એક જાન્યુઆરીથી નંબર પહેલા ઝીરો લાગાવવો જરૂરી બનશએ. TRAIએ આ અંતર્ગત કૉલ માટે 29મે 2020એ નંબર પહેલા ઝીરો લગાવવાની ભલામણ કરી હતી. ટેલીકોમ કંપનીઓને વધુ નંબર બનાવવામાં મદદ મળશે. ડાયલ કરવાની રીતમાં આ બદલાવથી દૂરસંચાર કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ વધારાના નંબર તૈયાર કરવાની સુવિધા મળશે. આ ભવિષ્યની જરૂરિયાતોને પૂરા કરવામાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here