રાજ્યભરમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ સવારથી જ સતર્ક બની છે. જ્યારે બીજી તરફ અમદાવાદ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર સવારથી નાકાબંધી કરવામાં આવી હતી. નાકાંબધી પર આવન જાવન કરી રહેલા વાહનોની તપાસ કરાઇ રહી છે. શહેરમાં આવતા તમામ વાહનોનુ ચેકિંગ કરાઇ રહ્યુ છે. વહેલી સવારથી પોલીસ કાફલો શહેરના એન્ટ્રી પોઇન્ટ પર બેરીકેડ લગાવી ચેકિંગ કરતો નજરે પડ્યો.

એન્ટ્રી પોઇન્ટ પર બેરીકેડ લગાવી ચેકિંગ કરતો નજરે પડ્યો

નવા વર્ષને આવકારવા માટે યુવાધન આતુર હોય છે. ત્યારે કોરોનાની મહામારીના કારણે  આ વખતે તમામ પ્રકારની ઉજવણી અને પાર્ટીઓ પર પ્રતિબંધ લાગુ કરાયો છે.  કોરોનાના કારણે ચારેય મહાનગરોમાં રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુનો કડક અમલ થશે. ત્યારે અમદાવાદીઓ તંત્રના આ નિર્ણયને આવકારી રહ્યા છે.  અમદાવાદના યુવાનું કહેવું છે કે, કોરોના કાળ વચ્ચે સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. અને રસી આવ્યા બાદ પાર્ટી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here