દેશમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે નવા વર્ષની દસ્તક સાથે જ દેશમાં હવે કોરોનાવેક્સિનને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે નિર્ણય કર્યો છે કે 2જી જાન્યુઆરીથી દેશના તમામ રાજ્યોમાં જીવલેણ કોરોના વેક્સિનની ડ્રાય રન યોજવામાં આવશે. દેશભરમાં હાલ કોરોના વાયરસનો કહેર યથાવત છે.

મોક ડ્રિલ

અત્યાર સુધી દેશના 4 રાજ્યોમાં જ આવી ડ્રાઈ રન કરવામાં આવી હતી

સ્વાસ્થ્ય મંત્રાલયની ગુરુવારની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી દેશના 4 રાજ્યોમાં જ આવી ડ્રાઈ રન કરવામાં આવી હતી. જેમાં પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. ચારેય રાજ્યોમાં ડ્રાઈ રનને લઈને સારા રિઝલ્ટ સામે આવ્યા હતા, ત્યાર બાદ હવે સરકાર સમગ્ર દેશમાં આ ડ્રાઈ રનને લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડ્રાઈ રનમાં હોય છે શું?

સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશ અનુસાર ડ્રાઈ રનમાં રાજ્યોએ પોતાના બે શહેરોને ચિન્હિત કરવાનું હોય છે. આ બન્ને શહેરોમાં વેક્સિનનું શહેરમાં પહોંચાડવી, હોસ્પિટલ સુધી મોકલવી લોકોને બોલાવાના, પછી ડોઝ આપવાની પ્રક્રિયાને પૂર્ણ કરવા સુધીના તમામ નિયમોનો પાલન કરવામાં આવે છે. રસીકરણ થઈ રહ્યું હોય તેવી રીતે આ ડ્રાઈ રન યોજવામાં આવે છે.

ઉપરાંત, સરકારે કોરોનાવાયરસની રસીને લઈને બનાવેલી કોવિન મોબાઇલ એપ્લિકેશન બનાવી છે તેનો પણ ટ્રાયલ કરવામાં આવશે. ડ્રાયરન દરમિયાન જે લોકોને રસી આપવાની છે, તેમને એસએમએસ મોકલવામાં આવશે. તે પછી, અધિકારીઓથી લઈને આરોગ્ય કાર્યકરો રસીકરણ પર કામ કરશે.

ચાર રાજ્યોમાં બે દિવસ સુધી ચાલ્યું હતું અભિયાન

સમગ્ર દેશમાં ડ્રાઈ રન યોજાવા પહેલા પંજાબ, આસામ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં ડ્રાઈ રન યોજાઈ હતી. પંજાબના લુધિયાના અને શહિદ ભગત સિંહ નગરમાં આ દરમ્યાન સમગ્ર સિસ્ટમને ઓનલાઈન રીતે વપરાશ કરવામાં આવ્યો હતો. વેક્સિનની સ્ટોરેજથી લઈને લોકોને જાણકારી આપવા સુધીની પ્રક્રિયાને ઓનલાઈન રીતે પાલન કરવામાં આવ્યું હતું. અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયા અનુકરણ કરવામાં આવી હતી. જો તારીખ 28-29 ડિસેમ્બરના રોજ અભિયાન યોજવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here