કોરોના સંક્રમિત થવાના કારણે છેલ્લા પંદર દિવસથી હોમ આઇસોલેટ થયેલા રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહન આજથી ફરી ફરજ પર હાજર થયા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન એમણે બે વખત કોરોના રિપોર્ટ કરાવ્યા હતા અને બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમણે આજથી કલેકટર તરીકેની કામગીરી ફરી સંભાળી લીધી છે.
રમ્યા મોહનની ગેરહાજરીમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાને ચાર્જ સોપવામાં આવ્યો હતો. મોટાભાગની કામગીરી કલેકટર રેમ્યા મોહન ઘેર બેઠા કરી રહ્યા હતા પરંતુ જાહેરનામાં બહાર પાડવા સહિતની કામગીરીમાં સાઈનિગ ઓથોરિટી તરીકે અનિલ રાણાવશિયાને જવાબદારી સોપવામાં આવી હતી. કલેકટર રેમ્યા મોહન કોરોના સંક્રમિત હોવાના કારણે તેમના ઘેર ફાઇલ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.