વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ મેળવવાની આજે છેલ્લી તક છે. વાસ્તવમાં, કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને, દેશની મોટી બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), એચડીએફસી બેન્ક(HDFC), આઈસીઆઈસીઆઈ બેંકે(ICICI) વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના લાવી હતી. વ્યાજ દર ઝડપથી ઘટી રહ્યા હોવાથી વરિષ્ઠ નાગરિકોના હિતોની સુરક્ષા માટે આ વિશેષ એફડી યોજના મે મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં, વરિષ્ઠ નાગરિકો માટે લાગુ વ્યાજ દરથી ઉપર 0.50 ટકા સુધીના વધારાના વ્યાજની ઓફર કરવામાં આવી હતી. એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના વરિષ્ઠ નાગરિકોને એફડી પર વધુ વ્યાજ મેળવવાની તક છે એટલે કે 31 ડિસેમ્બર, 2020 સુધી જ છે.

SBIએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે વરિષ્ઠ નાગરિકો માટે આ વધારાની વ્યાજ યોજનાને 31 માર્ચ 2021 સુધી વધારશે. પરંતુ બાકીની બે બેંકો એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે આ યોજના આગળ ધપાવવાની જાહેરાત કરી નથી. એટલે કે, આજે આ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તક છે.

વરિષ્ઠ નાગરિકો માટે એચડીએફસી બેંકની વિશેષ એફડી યોજના

એચડીએફસી બેંકે વરિષ્ઠ નાગરિકો માટે એક ખાસ એફડી યોજના એચડીએફસી સિનિયર સિટીઝન કેર રજૂ કરી. આ થાપણો પર બેંક 0.75 ટકા વધુ વ્યાજ દર આપે છે. જો સિનિયર સિટિઝન એચડીએફસી બેંકની સિનિયર સિટીઝન કેર એફડી હેઠળ નિયત થાપણ કરે છે, તો એફડી પર લાગુ વ્યાજ દર 6.25% રહેશે. આ દરો 13 નવેમ્બરથી લાગુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here