જૂનાગઢ શહેરમાંથી સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. ગીર અભયારણ્યમાં પ્રથમ વખત સિંહના ડી.એન.એ લેવાયા છે. બાળ સિંહોની માતા નક્કી કરવા ડીએનએ લેવામાં આવ્યા છે. વિસાવદરના વીરપુર નજીક ત્રણ સિંહબાળ રેઢા મળી આવ્યા હતા. આ સ્થળ નજીક સિંહણે બાળકનો શિકાર કર્યો હતો. બાદમાં આ સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી હતી.
આ સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી
તો સિંહણને તેના બાળસિંહ સાથે મિલન ન કરાવાતા પ્રકૃતિ પ્રેમીઓએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી. ત્યારે આ સિંહ બાળ તે જ સિંહણના બચ્ચા છે કે કેમ તે જાણવા ડીએનએ ટેસ્ટ કરાયો છે. હાલમાં બાળ સિંહોને સક્કરબાગમાં રાખવામાં આવ્યા છે. તો બાળકનો શિકાર કરનાર સિંહણને હવે પરત રેવન્યુ વિસ્તારમાં છોડી દેવાઇ છે.