ગોંડલ (Gondal)ના 24 વર્ષીય યુવાન જુગલ ભટ્ટને ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Kaun Banega Crorepati)માં હોટ સીટ પર બેસવાનો અવસર પ્રાપ્ત થયો છે અને 28 અને 29 ડિસેમ્બરના રોજ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે ‘કૌન બનેગા કરોડપતિ’ના રમતો જોવા મળ્યો હતો. ગોંડલ અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને RTO અને વીમાનું કામકાજ કરતા રાજુભાઈ ભટ્ટના પુત્ર જુગલને અમિતાભ બચ્ચન સામે બેસીને ‘કૌન બનેગા કરોડપતિ’ શૉમાં રમવાની તક મળી હતી.

જુગલ ભટ્ટે 12મી સિઝનમાં પ્રથમ વખત જ પ્રયાસ કર્યો હતો ને તેમાં એ સિલેક્ટ થઈ ગયો હતો. ત્યારબાદ 8થી 10 જેટલી વિવિધ પરીક્ષાઓમાં પણ અવ્વલ આવી ફાસ્ટેસ્ટ ફિંગર ફાસ્ટમાં પણ સિલેક્ટ થઈ ગયો અને તેની કાબેલિયતથી હોટ સીટ સુધી પહોંચી લખોની રકમ જીતવાનો તેને મોકો મળ્યો હતો . જુગલ પહેલેથી જ ભણવામાં હોશિયાર હોઈ ગોંડલની સેન્ટમેરી સ્કૂલમાં અભ્યાસ કરી હંમેશા અવ્વલ રહેતો. તેની આ કાબેલિયતને ધાર આપવામાં તેના મામા ઋષિભાઈ વ્યાસએ ઘણું જ યોગદાન આપ્યું છે.

ઋષિભાઈ જે એક ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે તેમની પ્રેરણાથી KBCમાં જવા માટે સતત પ્રોત્સાહન મળ્યું હતુ. જુગલ ભટ્ટ કોમ્પ્યુટર એન્જિન્યરનો અભ્યાસ હાલ પૂર્ણ કરી ચુક્યો છે અને આગળ ડેટા સાયન્સનો અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી મેળવવા તત્પર છે અને ભવિષ્યમાં દેશ માટે કંઈક કરવાની પણ આશા વ્યક્ત કરી છે. જુગલ ભટ્ટને આ અગાઉ 2008માં મામા સાથે એક કોન્ટેસ્ટમાં વિજેતા બનતા શ્રીલંકા ખાતે 3 દિવસ ભારતીય ક્રિકેટ ટીમના યુવરાજસિંહ સાથે રહેવાનો મોકો પણ મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here