અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની રાત્રે જ અસામાજીક તત્વોએ ફરીથી માથુ ઉચક્યું હતું. વસ્ત્રાલમાં રાધે ચેમ્બર્સમાં બે શખ્સોે રિવોલ્વર અને ચાકુ સાથે ઘુસી ગયી હતા અને સિક્યુરિટી ગાર્ડ જશવંતસિંહ રાજપુત પર ગોળીબારના છ રાઉન્ડ ફાયર કરીને તેની હત્યા કરી નાંખી હતી. રામોલ પોલીસે આ અંગેે તપાસ હાથ ધરીને બન્ને આરોપીની રિવોલ્વર અને ચાકુ સાથે અટક કરી હતી. નાણાંની લેવડદેવડ મામલે આ હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આરોપીની રિવોલ્વર અને ચાકુ સાથે અટક કરી હતી
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં થર્ટી ફર્સ્ટની રાત્રે જ અસામાજીક તત્વો ફરીથી સક્રિય બનાય્ હતા. જેમાં વસ્ત્રાલમાં કર્ણાવતી ચાર રસ્તા પાસે આવેલ રાધે ચેમબર્સમાં ગોળીબાર કરીને એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી હતી. રામોલ પોલીસના જણાવ્યા મુજબ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રે ૮ વાગ્યે ઓઢવમાં અર્બુદાનગર જયશ્રી ટેનામેન્ટમાં રહેતો જશવંતસિંહ રામનરેશસિંહ રાજપુત રાધે ચેમ્બર્સમાં હાજર હતો. દરમિયાન બે શખ્સો ચેમ્બર્સમાં અચાનક ધસી આવ્યા હતા. બાદમાં આ શક્સોએ જશવંતસિંહ રાજપુત પર ગોળીબારના છ રાઉન્ડ ફાયર કરતા તે ગંભીરપણે ઘાયલ થયો હતો. તેના માથાના ભાગે ગળાના ભાગે તથા શરીરના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેને કારણે તેનું મોત નીપજ્યુ હતું.

શક્સોએ જશવંતસિંહ રાજપુત પર ગોળીબારના છ રાઉન્ડ ફાયર કરતા તે ગંભીરપણે ઘાયલ થયો
આ અંગે પોલીસને જાણ થતા રામોલ પોલીસ ઘટનાસ્થલે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરીને બે શક્સોને ઝડપી લીધો હતો. જેમાં વસ્ત્રાલમાં માધવપાર્ક વિભાગ-૨માં રહેતા અર્પણ જયપ્રકાશ પાંડે(૩૨) અને મેમ્કો ભાર્ગવ રોડ પર ગોપી બંગ્લોઝ સામે દેવીકૃપા ટેનામેન્ટ વિભાગ-૨માં રહેતા સુશીલસિંહ રામવિલાસસિંહ ઠાકુરની પોલીસે અટક કરી હતી. પોલીસે તેમની પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર અને ચાકુ કબજે કર્યા હતા.