નવા વર્ષના પ્રથમ દિવસે જ દિલ્હીવાસીઓ કાતિલ ઠંડીથી થરથરી ઉઠ્યા છે. દિલ્હીમાં રેકોર્ડબ્રેક 1.1 ડિગ્રી તાપમાન નોંધાતા રાજધાની શીતાગારમાં ફેરવાઇ ગઇ છે. આ છેલ્લા 14 વર્ષોમાં નોંધાયેલું સૌથી ઓછું તાપમાન છે. આ પહેલા 8 જાન્યુઆરી 2006ના રોજ 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાતિલ ઠંડીને કારણે સમગ્ર દિલ્હીનું જનજીવન ઠપ્પ થઇ ગયું છે.

કાતિલ ઠંડીને કારણે સમગ્ર દિલ્હીનું જનજીવન ઠપ્પ થઇ ગયું

આઇએમડીના કુલદીપ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ સફદરજંગ અને પાલમ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઝીરો થઇ ગઇ છે. ધુમ્મસ અને ઠંડીને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સફદરજંગમાં લઘુતમ તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયશ નોંધાયું. જ્યારે કે પાલમ વિસ્તારમાં 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું. મહત્વનું છે કે હવામાન વિભાગે પહેલા જ નવા વર્ષના પ્રારંભે ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડી પડવાની આગાહી કરી હતી. બીજી તરફ દિલ્હીમાં 3 થી 5 જાન્યુઆરી દરમ્યાન કમોસમી વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here