સ્વાતંત્ર દિન કે પ્રજાસત્તાક પર્વે વડા પ્રધાન લાલ કિલ્લા પરથી ભાષણ આપતા હોય છે ત્યારે સુરક્ષાના મુદ્દે તેની આસપાસ બુલેટપ્રુફ કાચનુ જે પ્રકારનુ કવચ બનાવવામાં આવતું હોય છે એ પ્રકારનું કવચ રાજકોટ જિલ્લા અધિક કલેકટર પરિમલ પંડ્યાના ટેબલ પર બનાવવામાં આવ્યું છે. જો કે તે બુલેટ પ્રૂફ નથી. પરંતુ દરરોજ મોટી સંખ્યામાં અરજદારો, કર્મચારીઓ અને અધિકારીઓને મળવાનું હોવાથી કોરોના સંક્રમિત ન થાય તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રોટેક્ટિવ ગ્લાસની ઉપરના ભાગે અને ખુરશીની પાછળના ભાગે આવા ગ્લાસ નખાયા નથી ત્યારે કોરોનાથી બચવા માટેનો આ રસ્તો કેટલો કારગત નિવડશે ?