સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસો સામે આવવાથી ભય ફેલાયો છે. જ્યારે બીજી તરફ ઘાતક વાયરસના નવા સ્ટ્રેનની આશંકા વચ્ચે સુરતમાં બ્રિટનથી આવેલા વધુ 3 લોકો કોરોનાથી સંક્રમિત થતાં તંત્ર ચિંતિત બન્યું છે. કામરેજના બોરથાન ગામે અમેરિકાથી વાયા બ્રિટન આવેલા 40 વર્ષીય મહિલા અને તેમના બંને ભત્રીજાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

40 વર્ષીય મહિલા અને તેમના બંને ભત્રીજાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો
ત્રણેયનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણેયમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો છે કે કેમ તેની તપાસ માટે તેમના સેમ્પલ લઇ પૂણે સ્થિત લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ બ્રિટનથી સુરત આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ બ્રિટનથી સુરત આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી
- ઇંગ્લેન્ડથી આવેલા વધુ ત્રણ લોકો સંક્રમિત
- સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા
- કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા વચ્ચે વધુ ત્રણ કેસો આવતા તંત્ર ચિંતિત
- ત્રણેય ના સેમ્પલો લેવામાં આવ્યા
સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુકે થઈ સુરત આવેલ લોકોની તપાસ
- સેમ્પલો પુણે ખાતેથી લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા..
- રિપોર્ટ આવ્યા બાદ કોરોના ના નવા સ્ટ્રેન વિશેનો ખુલાસો થશે
- યુકે થઈ કામરેજ ના બોરથાન ગામે આવેલી યુએસ ની મહિલા અને તેણીના બે ભત્રીજા ને કોરોના ડિટેકટ થયો
- પટેલ પરિવારની ચાલીસ વર્ષીય મહિલા સહિત બે બાળકોને કોરોના
- ત્રણેય હાલ સુરત નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ
- સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુકે થઈ સુરત આવેલ લોકોની તપાસ
- દરમ્યાન શરદી,ખાંસી અને તાવના લક્ષણો ધરાવતા ત્રણેય ના સેમ્પલ લઈ તપાસ કરતા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો