બાગપતમાં ગાઢ ધુમ્મસના કારણે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર મોટો હાદસો થયો છે. બાગપતમાં ધુમ્મસના કારણે 18 થી વધારે ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. જેને બાગપતના જિલ્લા હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગ પર પ્રશાસનની ટીમ પણ પહોંચી ગઈ છે અને એક્સપ્રેસ-વેને ખાલી કરાવવાની કવાયદ કરવામાં આવી રહી છે.
ઠંડીનું ટોર્ચર જોવા મળ્યું હતુ
તમને જણાવી દઈએ કે, ઘણા વિસ્તારમાં નવા વર્ષના પ્રથમ દિવસે ઠંડીનું ટોર્ચર જોવા મળ્યું હતુ. દિલ્હીમાં પારો 1.1 ડિગ્રી સેલ્સિયસ સુધી લુઢકી ગયો હતો. દિલ્હી-NCR એ ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ પણ છવાયેલો રહ્યો. ગાઢ ધુમ્મસના કારણે વિજિબિલિટી શૂન્ય થઈ ગઈ અને પ્રવાસનની રફ્તાર પણ પ્રભાવિત થઈ હતી.
વરસાદનું અનુમાન દર્શાવ્યુ
હવામાન વિભાગે દિલ્હીમાં 3 થી 5 જાન્યુઆરીની વચ્ચે વરસાદનું અનુમાન દર્શાવ્યુ છે. તે સિવાય પશ્વિમી વિક્ષોભના કારણે પશ્વિમી હિમાલયન રીઝનમાં બરફવર્ષાનો પણ અંદાજ છે. વિભાગે મેદાની વિસ્તારોમાં શીતલહરનું પણ અનુમાન વ્યક્ત કર્યુ છે.