જો તમે પણ Google Payથી પેમેન્ટ કરો છો તો સાવધાન થઈ જજો. કારણ કે, ગૂગલ પે પર લોકોનો પર્સનલ ડેટા સ્ટોર કરવાનો મોટો આરોપ લાગ્યો છે. આ મામલાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં 14 જાન્યુઆરીના રોજ સુનાવણી થવાની છે. અભિજીત મિશ્રા દ્વારા કરવામાં આવેલ અરજી પ્રમાણે ગૂગલ પે પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. દાખલ કરવામાં આવેલ અરજી પ્રમાણે, Google Pay ગ્રાહકોને પેમેન્ટ કરતા સમયે તેમની પર્સનલ જાણકારી લઈ રહ્યા છે.

પ્રાઈવેસીના અધિકારોના નિયમોનું ઉલ્લંઘન

આરોપ પ્રમાણે કંપની પેમેન્ટ કરતા સમયે લોકોના આધાર અને બેન્ક સાથે જોડાયેલી જાણકારી લઈને પોતાની પાસે સ્ટોર કરી રહી છે. ખરેખર આ પ્રાઈવેસીના અધિકારોના નિયમોનું ઉલ્લંઘન છે. પ્રાઈવેસી અધિકારોનું હનન કાયદાકીય રીતે અપરાધ છે અને અપરાધ સાબિત થવા પર કડક સજાની જોગવાઈ છે.

નિયમોનું પાલન નથી કરી રહી કંપની

અભિજીત મિશ્રા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, કંપની આધાર કાયદો 2016, પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ કાયદા 2007 અને બેન્કિંગ નિયમન કાયદો 1949 નું કથિત રૂપથી ઉલ્લંઘન કરી રહ્યુ છે જે ખરેખર ખોટુ છે. જો કેસ સાબિત થાય તો કંપની પર કાર્યવાહી થઈ શકે છે. અરજીની સુનવણી 14 જાન્યુઆરીના દિલ્હી હાઈકોર્ટમાં થવાની છે.

વિદેશી કંપની બની ગઈ છે

જસ્ટિસ પ્રતીક જલાન અને વિભૂ બાખરૂની પીઠમાં એ અરજી દાખલ કરવામાં આવી છે. પીઠે અરજીકર્તાને બધી જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે કહ્યુ છે. તો અરજીકર્તાનું કહેવુ છે કે, ગૂગલ પે સહિત આ પ્રકારના કેસની બધી જનહિત અરજીઓની જાણકારી આપવામાં આવે. આ કેસની સાથે જ ગૂગલ ત્રીજી સૌથી મોટી વિદેશી કંપની બની ગઈ છે. જેની વિરુદ્ધ ભારતમાં નિયમોનું ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. આ પહેલા કાલે જ ઈડીએ એમેજોન અને ફ્લિપકાર્ટના વિરુદ્ધ કાર્યવાહી આદેશ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here