પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી દેશના દરેક બેઘર પરિવારોને પાકુ ઘર અપાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ દિશામાં પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યુ છે. નવા વર્ષમાં નરેન્દ્ર મોદીનો આ પહેલો કાર્યક્રમ છે.

 • લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત
 • પ્રધાનમંત્રીના હસ્તે ખાતમૂહૂર્ત
 • રાજકોટ સહિત 6 શહેરોમાં શરૂઆત
 • પીએમ મોદીનો આ કાર્યક્રમ શહેરી ભારતમાં લોકોને ઘર મળે તેના માટે મહત્વનો નિર્ણય છે. આ પ્રોજેક્ટ અંતગર્ત કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ત્રિપુરા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને તમિળનાડુમાં ગરીબ લોકોને સરકાર રસ્તા, ભૂકંપથી પડી ન જાય તેવા અને મજબૂત મકાનો બનાવવામાં આવશે.

કાર્યક્રમને સંબોધતા મોદીજીએ કહ્યું કે આજે મધ્યમ વર્ગ માટે ઘર બનાવવા માટે દેશને નવી ટેકનીક મળી રહી છે. આ 6 લાઇટહાઉસ પ્રોજેક્ટ દેશને આવાસ નિર્માણની દિશા બતાવશે. આ ઓપરેટિવ ફેડરલિઝ્મની મિસાલ છે. 

મોદી સાહેબે કહ્યું કે, આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ આધુનિક ટેકનિકથી બનશે અને તે વધારે મજબૂત તેમજ ગરીબોને સુવિધાજનક અને આરામદાયક ઘર મળશે. 

રોજ બનશે 3 ઘર 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ દેશના 6 શહેરોમાં 365 દિવસમાં 1 હજાર મકાન બનશે. પીએમે કહ્યું કે રોજ અઢીથી 3 મકાન બનશે. તેમણે એન્જીનીયર, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને અપીલ કરી કે તે સાઇટ પર જાય અને પ્રોજેક્ટનું અધ્યયન કરે. 

પૈસા આપવા પર પણ નહોતુ મળતુ મકાન 
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે થોડા વર્ષો પહેલા સુધી પૈસા આપવા પર પણ મકાન નહોતુ મળતું અને ઘર ખરીદનાર લોકોની હાલત ખુબ જ ખરાબ થયા કરતી હતી. ઘરના સપનાને સાકાર કરવું ખુબ જ મુશ્કેલ કામ હતું. અમારી સરકારે મકાન ખરીદવાની પ્રોસેસ ખુબ જ સરળ કરી દીધી હતી. 

પ્રવાસી મજૂરો માટે ઘર 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેમને ઉચિત સમ્માન નહોતુ મળ્યું પરંતુ જ્યારે તે તેમના ગામ ગયા ત્યારે મહત્વની ખબર પડી હતી. પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ મજૂરો જ્યાં પણ કામ કરી રહ્યાં છે ત્યાં જ તેમના માટે ઘર બનાવી શકાય.


શું છે લાઇટહાઉસ પ્રોજેક્ટ  

લાઉટ હાઉસ પ્રોજેક્ટ માટે જે રાજ્યોને સિલેક્ટ કરવામાં આવ્યા છે તેમાં ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિળનાડુ, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને ઝારખંડ સામેલ છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રિય શહેરી મંત્રાલયની મહત્વકાંક્ષી યોજના છે. જેના હેઠળ લોકોને સ્થાનીય જલવાયુ અને ઇકોલોજીનું ધ્યાન રાખીને ટકાઉ ઘર આપવામાં આવશે. 

 • અદ્યતન ટેકનોલોજીથી આવાસ બનાવવામાં આવે છે
 • ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ અંતર્ગત છે લાઈટ હાઉસ પ્રોજેક્ટ
 • દેશમાં 6 શહેરોની આ પ્રોજેક્ટ હેઠળ થઈ છે પસંદગી
 • રાજકોટ, લખનઉ, રાંચી, અગરતલા, ઈન્દોર અને ચેન્નઈમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મકાન બનશે
 • રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામશે પ્રોજેક્ટ
 • ભારતમાં અનુકૂળ એવી 54 ટેકનોલોજી પસંદ કરવામાં આવી છે
 • મોનોલીથીક પ્રકારનું બાંધકામ કરવામાં આવશે
 • આ માટે ટનલ ફ્રોમવર્ક ટેકનોલોજીનો ઉપયોગ થશે
 • આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રાન્ટ ફાળવશે
 • કેન્દ્ર સરકાર વિશેષ ટેકનોલોજી ઈનોવેશન ગ્રાન્ટ અંતર્ગત પણ રકમ ફાળવશે
 • 118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસનું નિર્માણ થશે
 • દરેક આવાસમાં 2 રૂમ, લિવિંગ રૂમ, વોશિંગ એરિયા, પંખા, LED લાઈટ જેવી સુવિધા
 • આવાસોમાં પાર્કિંગ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, આંગણવાડી, કોમ્યુનિટી હોલની પણ સુવિધા
 • દરેક આવાસમાં કમ્પાઉન્ટ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગની પણ સુવિધા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here