દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડુતો અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ કાયદાઓને લઈને ખેડૂતોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ કુચ કરશે. જ્યારે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમારે આગામી 4 મી જાન્યુઆરીએ યોજાનારી મુલાકાતમાં કેટલાક સારા પરિણામો આવે તેવી આશા છે.

ખેડૂત

આજે ખેડૂતોની પ્રેસ કોન્ફરન્સ

ખેડૂત આંદોલનના 37માં દિવસે 80 ખેડૂત સંગઠનોએ સિંઘુ બોર્ડર પર બેઠક યોજી હતી. સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું છે કે  આજે દિલ્હી ખાતે પ્રેસ એક પ્રેસ કોન્ફરન્સ કરશે. 4 જાન્યુઆરીની વાતચીતના આધારે, ખેડૂત સંગઠનો આગળની રણનીતિ નક્કી કરાશે.

ખેડૂત આગેવાનોની ચીમકી

ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે કે આગામી બેઠકમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ કૂચ કરશે અને ખેડૂતોની માંગ છે કે ત્રણેય કૃષિ કાયદા રદ કરવા જોઈએ અને બીજો લઘુત્તમ ટેકાના ભાવે એમએસપીની ખાતરી આપવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here