હાથરસ દુષ્કર્મ કેસ બાદ હિંસા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે. અને હવે આ મામલે ED પણ તપાસમાં જોડાઈ શકે છે. ED વિદેશથી મળતા ફંડિંગ મામલે તપાસ કરશે.

  • હાથરસ દુષ્કર્મ કેસમાં EDની થઈ શકે એન્ટ્રી
  • વિદેશી ફંડિંગથી હિંસા ફેલાવવાના ષડયંત્રની કરશે તપાસ
  • ED તપાસ કરશે તો વિદેશી ફંડિંગ અંગે થઈ શકે મોટા ખુલાસા
  • આ મામલે પોલીસે 4 આરોપીની કરી છે ધરપકડ 

હાથરસમાં હિંસા ભડકાવવાના ષડયંત્રનો પડદાફાર્શ થયા બાદ ED વિદેશથી મળતા ફંડિંગ મામલે તપાસ કરશે. 153A હેઠળ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ હાથરસ ગેંગરેપ કેસમાં પોલીસે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા( PFI)નાં 4 લોકોની ધરપકડ કરી છે.  પોલીસે ચારેયની ધરપકડ મથુરાથી કરી છે. જેમાં કેરળના સિદ્દીકીની પણ પોલીસે ધરપકડ કરી. તેમના પર આરોપ છે કે તેમણે એક વેબસાઈટ બનાવી છે. તેના પર ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવી છે. જેનાથી હિંસા ભડકી શકે. તેમના પણ જાતિય હિંસા ભડકાવવાનો આરોપ છે.

ઉત્તર પ્રદેશ પોલીસે  UPના મસૂદ અહમદ, આલમ અને અતીકની પણ ધરપકડ કરી છે.  આ લોકો હાથરસ જઈ રહ્યા હતા. દિલ્હી પાસિંગની તેમની ગાડીનું જ્યારે ચેકિંગ કરવામાં આવ્યુ તો તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ અને શંકાસ્પદ સાહિત્ય મળ્યુ હતુ. તેમના પર આરોપ છે કે લોકોમાં હિંસા ભડકાવવા માટે તેમણે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here