રાજ્યના વાતાવરણમાં પલટો જોવાયો છે. અમદાવાદમાં પણ વહેલી સવારે વાદળછાયા માહોલ સાથે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ. સવારથી અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસ જોવા મળ્યુ. ડ્રાફ્ટ અને સાઈકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.

દાહોદ અને મહિસાગર, અરવલ્લી અને પંચમહાલમાં ત્રીજી અને ચોથી જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેશે. તો બે દિવસમાં ઠંડીનુ જોર ફરી વધે તેવી શક્યતા છે.

અરવલ્લીમાં ખેડૂતો ચિંતામાં

અરવલ્લી પંથકમાં હવામાનની આગાહી અનુસાર, વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જો કે, વાદળછાયા વાતાવરણને લીધે જિલ્લામાં પડી રહેલી ઠંડીમાં આંશિક રાહત મળી છે. અરવલ્લી પંથકમાં માવઠું થવાની આગાહીએ ખેડૂતોમાં ચિંતા જન્માવી છે.

બનાસકાંઠામાં માવઠાની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં માવઠું સર્જાવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતા મુકાયા છે. આગાહીને લઈ તંત્રએ માર્કેટ યાર્ડના વેપારીઓ તેમજ ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના આપી છે. હવામાન વિભાગે જિલ્લામાં બીજીથી ચોથી જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here