દિગ્દર્શક વિકાસ બહલ પોતાની આવનારી ફિલ્મ ડેડલીથી ચર્ચામાં છે. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનનું નામ ફાઇનલ થઇ ગયું છે. પરંતુ અભિનેત્રી ફાઇનલ કરવામાં વધુ સમયલાગ્યો હતો. આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાને લેવામાં આવી છે. બોલીવૂડ સાથે સંકળાયેલા સૂત્રોના અનુસાર ફિલ્મ ડેડલી માટે રશ્મિકાને નવોદિતા તરીકે રૂપિયા છ કરોડ જેટલી તગડી રકમ આપવામાં આવી છે.

બોલીવુડ

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ડેબ્યૂ કરશે રશ્મિકા

ફિલ્મ નિર્માતા જલદી જ રશ્મિકાના નામની ઘોષણા કરવાના છે. રશ્મિકાની આ બીજી ફિલ્મ હશે. રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ મિશન મજનૂથી બોલીવૂડમાં ડેબ્યુ કરવાની છે. ફિલ્મ ડેડલી સાથે જોડાયેલા એક સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જણાવ્યું હતુ કે, નિર્માત્રી એકતા કપૂર એક જાણીતો ચહેરો આ ફિલ્મમાં ઇચ્છતી હતી.

રશ્મિકા

બોલીવુડ ફિલ્મ માટે રશ્મિકાએ વસૂલી આટલી ફી

વિકાસે એકતાને રશ્મિકાનું નામ સૂચવ્યું હતું અને એકતા તેને આ ફિલ્મમાં લેવા માટે તૈયાર થઇ હતી. રશ્મિકા સાઉથની ફિલ્મોમાં તગડી ફી વસૂલ કરે છે અને હવે તેણે બોલીવૂડમાં પણ નવોદિતા તરીકે રૂપિયા છ કરોડ જેટલી મોટી રકમ માગી છે. મેકર્સને ખુશી છે કે, રશ્મિકાએ આ ફિલ્મ સાઇન કરી છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ડેડલી માટે રશ્મિકા પહેલા કેટરિના કૈફષ ક્રિતી સેનોનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની પાસે તારીખોનો મેળ ન હોવાથી મેકર્સે સાઉથની અભિનેત્રીને લેવાનો નિર્ણય કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here