સમગ્ર દેશમાં કોરોનાના રસીકરણ ડ્રાય રન યોજાઈ રહ્યું છે. દિલ્હીમાં ત્રણ સ્થળે યોજાનારા ડ્રાયરનને લઈ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન દિલ્હીની જીટીબી હોસ્પિટલ જઈ સમીક્ષા હાથ ધરી હતી.

ડ્રાય રન

દિલ્હીની જીટીબી હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું, કે રસીની અફવાઓથી બચવું જોઈએ. રસીની આડ-અસર થાય તેવી સ્થિતિમાં ઈમરજન્સી રૂમ બનાવવામાં આવ્યા છે, જેથી સારવાર આપી શકાય.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું, કે, કોરોનાની વાસ્તવિક રસી આપે તેવું જ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દેશમાં રસીકરણ માટે વ્યવસ્થિતિ સંકલન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here