ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ પોતાના વર્ષના પ્રીપેડવાળા 1,999 રૂપિયાવાળા પ્રખ્યાત પ્લાનમાં મોટા ફેરફાર કર્યા છે. ટેલિકોમટોકની રિપોર્ટ પ્રમાણે કંપની હવે પોતાના 1,999 રૂપિયાવાળા પ્લાનમાં એક્સટેંડેડ Eros Now મળશે. જે કંપનીએ લોકધુન સબ્સક્રિપ્શનની વેલિડિટને ઓછુ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે, કંપનીએ તેના બાકી ફીચર્સમાં કોઈ ફેરફાર કર્યા નથી. તે સિવાય જણાવી દઈએ કે, આ પેકને ભારતના બધા ઓપરેટિંગ સર્કિલો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નવા ફેરફારને પણ BSNL સબ્સક્રાઈબર્સ જલ્દી જોઈ શકશે.

Eros Now નું સબ્સક્રિપ્શન મળશે

ટેલીકોમટોકની રીપોર્ટ પ્રમાણે BSNL એ પોતાના 1,999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ હવે આ પ્લાનમાં 60 દિવસ માટે લોકધુન કંટેંટ સબ્સક્રિપ્શન મળશે, જે પહેલા 1 વર્ષ માટે આપવામાં આવતુ હતુ. તો આ પ્લાનમાં 365 દિવસ માટે Eros Now નું સબ્સક્રિપ્શન મળશે. જે પહેલા માત્ર 60 દિવસ માટે મળતું હતુ.

આ પ્લાન 365 દિવસની વેલિડિટીની સાથે આવે છે. વેલિડિટીને શિફ્ટ કર્યા સિવાય આ પ્લાનમાં વધુ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ ફેરફાર હાલમાં વેબસાઈટ પર નજર આવી રહ્યો નથી.

આવા છે કોલિંગ બેનિફિટ્સ

BSNL ના 1,999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ (હોમ + LSA + મુંબઈ અને દિલ્હીની સાથે પણ નેશનલ રોમિંગ) મળે છે. ફ્રી કોલિંગ માટે તેમાં દરરોજ 250 મિનિટની લિમિટ છે. તે સિવાય પ્લાનમાં દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે. ત્યારબાદ ડેટાની સ્પીડ ઘટીને 80kbps થઈ જાય છે. આ બધા બેનિફિટ્સ સિવાય આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 100SMS અને અનલિમિટેડ સોન્ગ ચેન્જ ઓપ્શનની સાથે ફ્રી PRBT રિંગટોન પણ ઓફર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here