ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomi આ 2021 ના પહેલા છમાસિકમાં ઘણા સ્માર્ટફોન્સ લોન્ચ કરવાની છે. એક પ્રખ્યાત ટિપ્સટર pseudonym Snapdrachun 888 5G એ જણાવ્યુ છે કે, Xiaomi આ વર્ષે Redmi 9T, mi 11 અને Mi 11 Lite 4G સહિત 9 સ્માર્ટફોન્સ લોન્ચ કરશે.

ફોનનું ટીઝર પણ જાહેર કર્યુ

જોકે, કંપની તરફથી અત્યાર સુધી આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ ટિપ્સટરે એ કહ્યુ છે કે, Xiaomi Redmi 9T સ્માર્ટફોનને 8 જાન્યુઆરી 2021ના લોન્ચ કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ જાણકારી સાચી છે કારણ કે, કંપનીને મલેશિયામાં આ ફોનનું ટીઝર પણ જાહેર કર્યુ છે.

બ્રોડકાસ્ટિંગ એન્ડ કમ્યૂનિકેશન કમિશન

Xiaomi Mi 11, Mi 11 Lite અને Redmi 9T ના લોન્ચને લઈને અત્યાર સુધી કોઈ જાણકારી મળી નથી, પરંતુ એ જરૂર કહેવામાં આવી રહ્યું છે કે, Redmi 9T સ્માર્ટફોન Redmi Note 9 4G નું રિબૈજ્ડ વર્ઝન હશે. આ ફોનને થાઈલેન્ડ નેશનલ બ્રોડકાસ્ટિંગ એન્ડ કમ્યૂનિકેશન કમિશન (NBTC) માં મોડલ નંબર M2010J19ST ની સાથે સર્ટિફિકેશન મેળવ્યું છે.

Redmi 9T માં આ હોઈ શકે છે ફીચર્સ

Redmi 9T ની સ્પેસિફિકેશંસની વાત કરીએ તો તેમાં 6.53 ઈંચની Full HD+ ડિસ્પ્લે હશે, જેની સ્ક્રીન રિજોલ્યૂશન 1080×2340 હશે. Android 10 પર બેસ્ડ આ સ્માર્ટફોન 4GB RAM ની સાથે જ 64 GB અને 128GB સ્ટોરેજ વેરિએન્ટમાં આવશે અને તેમાં Qualcomm Snapdragon 662 પ્રોસેસર હશે.

2-2 મેગાપિક્સલનો મેક્રો લેંસ અને ડેપ્થ સેંસર

આ સ્માર્ટફોનમાં ક્વોડ રિયર કેમરા સેટઅપ આપવામાં આવ્યુ છે. જેમા પ્રાઈમરી સેંસર 48 મેગાપિક્સલનો છે. તે સાથે જ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેંસ અને 2-2 મેગાપિક્સલનો મેક્રો લેંસ અને ડેપ્થ સેંસર છે. તે સિવાય સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમરો છે. ફોનને પાવર આપવા માટે તેમાં 6000mAh ની બેટરી હશે. જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. કંપનીએ આ ફોનને ભારતમાં Redmi 9 Power ના રૂપમાં 10,999 રૂપિયામાં લોન્ચ કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here