શિવસેનાના સાંસદ અને શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદક સંજય રાઉતની પત્ની વર્ષાની મુશ્કેલીઓ વધતી રહી છે. ઈડી દ્વારા સંજયરાઉતના પત્ની વર્ષાએ પીએમસી બેંક કૌભાંડના આરોપીની પત્ની તથા અન્ય એક વ્યક્તિ પાસેથી રૂપિયા 67 લાખ મેળવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) આ રકમની તપાસ કરી રહી હતી કે આ રકમ કૌભાંડકાર તરફથી મળી હતી કે કેમ. ઈડીએ પીએમસી બૈંક કૌભાંડ મામલે સંજય રાઉતના નજીકના મનાતા પ્રવિણ રાઉતના લગભગ 72 કરોડ રૂપિયાની સંપતિને ટાંચમાં લીધી છે.

વર્ષા રાઉત પ્રવિણ રાઉતની કન્સ્ટ્રક્શન કંપની અવનીમાં પાર્ટનર

ઈડીએ એ પણ ખુલાસો કર્યો છે કે સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત, પ્રવિણ રાઉતની કન્સ્ટ્રક્શન કંપની અવનીમાં પણ પાર્ટનર હતી. જણાવી દઈએ કે માધુરી રાઉતના એકાઉન્ટથી જે 55 લાખ રૂપિયા વર્ષા રાઉતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. આ મામલે હવે 5 જાન્યુઆરીના પૂછપરછ થશે. આ પહેલા ઈડીએ વર્ષા રાઉતને 29 ડિસેમ્બરે સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પંરુત વર્ષા રાઉતે વધારાનો સમય માગતા 5 જાન્યુઆરીએ પૂછપરછ થશે.

પત્ની સામે ઇડી તપાસ કરે એ વાતે રાઉત ઉશ્કેરાઇ ગયા હતા

થોડા સમય પહેલાં ઇડીએ પીએમસી બેંક કૌભાંડ કેસમાં વર્ષા રાઉતની પૂછપરછ કરી ત્યારે સંજય રાઉત છેડાઇ ગયા હતા અને સામનામાં મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો. પત્રકાર પરિષદમાં એમણે ધમકીના સૂરમાં કહ્યું હતું કે હું બહુ ડંખીલો માણસ છું. મને છંછેડવામાં સાર નહીં કાઢો. વાસ્તવમાં પોતાની પત્ની સામે ઇડી તપાસ કરે એ વાતે રાઉત ઉશ્કેરાઇ ગયા હતા. આમ પણ શિવસેનાના ભડભડિયા સાંસદ તરીકે એ જાણીતા છે.

વર્ષાને ત્રણ ચાર વખત સમન્સ મોકલવા છતાં એ ઇડી સમક્ષ હાજર થઇ નથી

ઇડી જે રકમની તપાસ કરી રહી છે એ રકમ પીએમસી કૌભાંડના આરોપી પ્રવીણ રાઉતની પત્ની માધુરી અને અન્ય એક સૂત્ર દ્વારા વર્ષાને મળી હતી. એ સંદર્ભમાં ઇડી વર્ષાની પૂછપરછ કરવા માગતી હતી. વર્ષાને ત્રણ ચાર વખત સમન્સ મોકલવા છતાં એ ઇડી સમક્ષ હાજર થઇ નથી. એણે પાંચ જાન્યુઆરી સુધીનો સમય માગ્યો હતો. દરમિયાન સંજય રાઉતે એવો દાવો કર્યો હતો કે ઇડીએ જે માહિતી માગી હતી એને લગતા દસ્તાવેજો અમે ઇડીને મોકલી આપ્યા હતા.

પ્રવીણ રાઉતની 72 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી લીધી હતી

ઇડીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરીંગ એક્ટ 2002 હેઠળ પ્રવીણ રાઉતની 72 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરી લીધી હતી. તપાસ દરમિયાન એવી પણ માહિતી મળી હતી કે પ્રવીણ રાઉતે પોતાની પત્ની માધુરીને એક કરોડ 60 લાખ રૂપિયા આપ્યા હતા. એમાંથી માધુરીએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષાને વ્યાજમુક્ત લોનના બહાને 55 લાખ રૂપિયા 2010ના ડિસેંબરની 23મીએ અને ત્યારબાદ 2011ના માર્ચની પંદરમીએ બીજા પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. એ રકમ વડે વર્ષા રાઉતે દાદર ઇસ્ટમાં એક ફ્લેટ ખરીદ્યો હતો.

એચડીઆઇએલના માધ્યમથી પીએમસી બેંકમાંથી 95 કરોડ રૂપિયા મળ્યા

તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે પ્રવીણ રાઉતને એચડીઆઇએલના માધ્યમથી પીએમસી બેંકમાંથી 95 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રકમ પ્રવીણ રાઉતને કયા કારણે આપવામાં આવી એના કોઇ દસ્તાવેજો નહોતા. પરંતુ એચડીઆઇએલની બુક ઑફ એકાઉન્ટસમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે પાલઘરમાં એચડીઆઇએલને મળેલી જમીન માટે પ્રવીણ રાઉતને આ રકમ આપવામાં આવી હતી. આમ આ કેસની ચોંકાવનારી વિગતો મળી રહી હતી. ઇડીએ આ અંગે પૂછપછ કરવા વર્ષા રાઉતને સમન્સ મોકલ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here