આગામી સમયમાં આવનાર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. જ્યાં એક તરફ કોંગ્રેસ કૃષિ કાયદાને લઈને ભાજપને ઘેરવાની રણનીતિ ઘડી રહયું છે એ લોકોની વચ્ચે જઈ રહ્યું છે તો ભાજપ પણ તમામ જિલ્લાઓ અને તાલુકામાં બેઠકો કરી રણનીતિ તૈયાર કરી રહ્યું છે.

ભાજપ

કચ્છમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને ભાજપની મહત્વની બેઠક મળી. કચ્છના પ્રભારી પ્રદિપસિંહ વાઘેલા તેમજ સાંસદ વિનોદ ચાવડાએ ભુજ ટાઉનહોલ ખાતે હોદેદારો તેમજ વિવિધ મોરચાના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ક્ચ્છ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ ઘડવા સંદર્ભે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here