અમેરિકી કોંગ્રેસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ઝટકો આપ્યો છે. સંસદના ઉચ્ચ ગૃહએ દેશના સંરક્ષણ ખર્ચ ભંડોળ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના વીટો અથવા રાષ્ટ્રીય સંરક્ષણ ઓથોરિટી એક્ટને નકારી કાઢ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેમના પોતાના રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ વીટોને નકારવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટને વીટો આપ્યો. જો કે તે દરમિયાન રાષ્ટ્રપતિના સલાહકારોએ તેમને આમ કરવાથી દૂર રહેવાની સલાહ આપી હતી.

ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે આઠ બિલ (act) ને વીટો પાવરનો ઉપયોગ કર્યો

હાલના રાષ્ટ્રપતિના વલણ અંગે અટકળોનો લાંબો સમય ચાલુ છે. ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે આઠ બિલ (act) ને વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. તેથી, તે બિલ કાનૂની સ્વરૂપ લઈ શક્યા નથી. વર્ષના અંતે તેમનો દાવ ઉલટો પડ્યો. કારણ કે સંસદે એકજૂથ થઈને રાષ્ટ્રપતિના વિટોને રદ કરી દીધું છે. ટ્રમ્પના નિર્ણયથી નારાજ સેનેટે વોટિંગ કર્યું અને 81-13ના બહુમત સાથે ટ્રમ્પના વીટોને નકારી કાઢવામાં આવ્યો છે. મતદાન દરમિયાન ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ પણ વીટો રદ કરવાની તરફેણમાં મત આપ્યો હતો.

સંરક્ષણ ઓથોરિટી એક્ટ અંગેના વિવાદનું કારણ

અમેરિકી સંસદે દેશની સંરક્ષણ નીતિને લઈને આવતા વર્ષ માટે 740 અબજ ડોલરના બજેટને મંજૂરી આપી હતી. ટ્રમ્પે તેની કેટલીક જોગવાઈઓને પર આપત્તિ વ્યક્ત કરી વીટો લગાવીને બિલ પર સહી કરવાનો ઇનકાર કર્યો. હકીકતમાં, ટ્રમ્પ અફઘાનિસ્તાન અને યુરોપમાંથી અમેરિકન સૈનિકોની પાછા ખેંચી લેવા માટેની જોગવાઈઓ પર નારાજ હતા.

ટ્રમ્પના આવા નિર્ણયથી દેશની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં

ડેમોક્રેટિક પાર્ટીએ વિધેયક -બિલને વીટો કરવા બદલ રાષ્ટ્રપતિની આકરી ટીકા કરી હતી. સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના અધ્યક્ષ નેન્સી પેલોસીએ કહ્યું હતું કે, ટ્રમ્પના આવા નિર્ણયથી દેશની રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મૂકાઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here