તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ નથી, તેમને ચીનના ઝોંગ શાનશાન દ્વારા પરાજિત કરવામાં આવ્યા છે. પરંતુ હવે ફોર્બ્સની રીઅલ ટાઇમ બિલિયોનર્સની સૂચિ મુજબ મુકેશ અંબાણીએ ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ જીત્યો છે. ફોર્બ્સની વર્લ્ડની ટોપ -10 રિચ લિસ્ટમાંથી બહાર થયેલા મુકેશ અંબાણી ફરીથી 9 માં સ્થાને પહોંચી ગયા છે. જ્યારે ચીનના ઝોંગ શાનશાન 14 માં સ્થાને પહોંચી ગયા છે.

શું છે ફોર્બ્સની રીઅલ-ટાઇમ અબજોપતિ રેન્કિંગ?
ફોર્બ્સ રીઅલ-ટાઇમ અબજોપતિ રેન્કિંગ દૈનિક જાહેર હોલ્ડિંગ્સમાં થનારા ઉતાર ચડાવની બાબતમાં માહિતી મળે છે. વિશ્વના જુદા જુદા ભાગોમાં, આ સૂચકાંક શેર બજાર ખુલ્યા પછી દર 5 મિનિટમાં અપડેટ થાય છે. બીજી બાજુ, જે લોકોની સંપત્તિ ખાનગી કંપની સાથે જોડાયેલી છે તેની સંપત્તિ દિવસમાં એકવાર અપડેટ કરવામાં આવે છે.
2020 માં ઝોંગ શાનશનની સંપત્તિમાં 7 અબજ ડોલરનો વધારો થયો
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર 2020 માં ઝોંગ શાનશનની સંપત્તિમાં 7 અબજ ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, નોંગફુ (Nongfu) અને વુન્તાઇ (Wantai) જેવી કંપનીઓના માલિક ચીનના ઝોંગ શૈનશૈન 77.8 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાની સમૃદ્ધ યાદીમાં પ્રથમ ક્રમે પહોંચ્યા છે. મુકેશ અંબાણી 76.6 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે આવી ગયા હતા.
66 વર્ષીય ઝોંગને ચીનની બહાર કદાચ જ કોઈ ઓળખે છે. તેણે એપ્રિલમાં રસી બનાવતી કંપની બેઇજિંગ વોન્તાઇ બાયોલોજિકલ ફાર્મસી એંટરપ્રાઇઝ કંપનીને પબ્લિક કરી. અને પછી થોડા મહિના પછી બોટલ બંધ પાણી બનાવનારી તેમની કંપની નોંગફુ સ્પ્રિંગ કુંને હોંગકોંગમાં જોરદારલિસ્ટિંગ કર્યું. લિસ્ટિંગ થયા બાદ કંપનીના શેર 155 ટકાનો વધારો થયો. આ રીતે વેન્તાઈના શેર 2000 ટકાથી વધારે વધી ચૂક્યો છે. તે ઈતિહાસમાં સૌથી ઝડપથી કમાણી કરનારા અમીરોની યાદીમાં છે.

ઝોંગની બીજી કંપની (Wantai) વુંટાઇ, કોવિડ -19ની રસી વિકસાવી રહી
Nongfu ના શેરમાં ત્યારે ઉછાલો આવ્યો જ્યારે સીટીગ્રૂપ ઈંકે કહ્યું કે કંપનીને માર્કેટમાં પોતાનો દબદબો વધાર્યો છે. હિસ્સો વધારો અને તેની પાસે પૂરતા પ્રમામમાં રોકડ છે. ઝોંગની બીજી કંપની (Wantai) વુંટાઇ, કોવિડ -19ની રસી વિકસાવી રહી છે. સરકારી તપાસનો વિસ્તાર વધવાને કારણે ચાઇનીઝ ટેકનિકલ કંપનીઓના શેરમાં ઘટાડો થયો, જેનાથી ઝોંગને ફાયદો થયો. ઓક્ટોબરમાં જેક માની સંપત્તિ 61.7 અબજ ડોલર હતી, જે હવે ઘટીને 51.2 અબજ ડોલર પર આવી ગઈ છે.
મશરૂમની ખેતીથી લઈને આરોગ્ય ક્ષેત્ર સુધી હાથ અજમાવ્યા પછી મળી સફળતા
એવું નથી કે નસીબ ઝોંગની ઉપર સરળતાથી મહેરબાન નથી થયું. તેણે ઘણા ક્ષેત્રોમાં પોતાનું નસીબ અજમાવ્યું અને પછી આ મુકામે પહોંચ્યો છે. એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ બનતા પહેલા તેમણે મશરૂમની ખેતીથી લઈને આરોગ્ય ક્ષેત્ર સુધી, પત્રકારત્વમાં પોતાનો હાથ અજમાવ્યો અને સફળતાની સીડી પર ચડ્યા. ઝાંગ રાજકારણથી ઘણો દૂર રહે છે.