ભારત અને બ્રિટન વચ્ચે 8 જાન્યુઆરીથી ફરી ફ્લાઈટ સેવા શરૂ થવા જઈ રહી છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ મામલે એસઓપી જાહેર કરી છે. આ SOP અનુસાર 8 જાન્યુઆરીથી 30 જા્યુઆરી વચ્ચે યુકેથી ભારત આવનારા તમામ મુસાફરોએ એરપોર્ટ પર પોતાના જ ખર્ચે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. SOPમાં કહેવામા આવ્યું છે કે, યુકેથી આવનારા તમામ પ્રવાસીએ 72 કલાક પહેલા કરવામા આવેલા કોવિડ ટેસ્ટ નેગેટિવ હોવાનો રિપોર્ટ લાવવાનો રહેશે. યુકેથી ફ્લાઈટમાં બેસનાર મુસાફરોનો કોરોના વાઈરસ રિપોર્ટ નેગેટિવ છે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી એરલાઈન્સ કંપનીઓની રહેશે.

કોરોના

કોરોના પોઝિટિવ આવતા જ કરાશે આઈસોલેટ

SOPમાં કહેવામા આવ્યું છે કે, એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ અથવા પરિણામની રાહ જોઈ રહેલા મુસાફરો માટે એરપોર્ટ પર પુરતી વ્યવસ્થા કરવી જોઈએ. કોરોના પોઝિટિવ આવનાર લોકોને તાત્કાલિક અસરથી આઈસોલેટ કરવામા આવશે અને તે માટે જે-તે રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓની મદદ લેવામા આવશે. જ્યારે કોરોના રિપોર્ટ નેગેટિવ આવવા પર પણ મુસાફરોને 14 દિવસ માટે હોમ ક્વારેન્ટાઈન થવાની સલાહ આપવામા આવશે.

1 અઠવાડિયામાં માત્ર 30 ફ્લાઈટ્સ જ ઓપરેટ થશે

બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનના અહેવાલ સામે આવ્યા બાદથી ભારતે સાવચેતીના ભાગરૂપે 23 થી 31 ડિસેમ્બર સુધી યુકેથી આવનાર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે પછી તેને 7 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો. શુક્રવારે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, ભારત અને બ્રિટન વચ્ચેની ફ્લાઈટ્સ 8 જાન્યુઆરી 2021થી શરૂ થઈ જશે. આ સાથે જ બંને દેશ વચ્ચે અઠવાડિયે માત્ર 30 ફ્લાઈટ્સ જ ઓપરેટ થશે અને આ વ્યવસ્થા 23 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

બ્રિટનમાં સામે આવેલા નવા કોરોના વાઈરસના સ્ટ્રેન મામલે ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વિડન, ફ્રાન્સ, સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબનોન અને સિંગાપુરમાં સામે આવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here