સુરતમાં પૂણા વિસ્તારમાં પતંગ ચગાવતા બીજા માળેથી નીચે પટાકાયેલા પાંચ વર્ષનાં બાળકનું મોત થયું હતું. ઉત્તરાયણ પહેલા શહેરમાં પતંગને લીધે મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

પાંચ વર્ષીય ખેડૂત પુત્ર પતંગ ચગાવતી વખતે નીચે પટકાયા બાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ફરજ પરના ડૉકટરોએ બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.