નવા વર્ષના અવસરે Samsungએ પોતાના યુઝર્સને ભેટ આપી છે. કંપનીએ પોતાના પોપ્યુલર સ્માર્ટફોન Samsung Galaxy A31ના ભાવ ઘટાડી દીધા છે. આ ફોન 21999ની કિંમત સાથે પાછલા વર્ષે માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. તે બાદ ફોનની કિંમત ઘટાડી દેવામાં આવી છે. સાથે જ હવે ફરી એકવાર તેની કિંમત ઘટાડવામાં આવી છે. કંપનીએ આ ફોનને બે હજાર રૂપિયા સસ્તો કરી નાંખ્યો છે. જે બાદ આ શાનદાર ફોનની કિંમત ફક્ત 17999 રૂપિયા થઇ ગઇ છે.

Samsung Galaxy A31ના સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy A31માં 6.4 ઇંચની FHD+ Infinity-U s-AMOLED ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત પર્ફોર્મન્સ માટે ફોનમાં MediaTek Helo P65 SoC પ્રોસેસર છે. આ ફોન એન્ડ્રોયજ 10 આધારિત વન યુઆઇ પર કામ કરે છે. આ ડ્યૂલ સિમ સાથે આવે છે.

samsung

પાવર માટે આ ફોનમાં 5000mAh ની બેટરી છે જે 15 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ઉપરાંત તેમાં 4G VoLTE, Wifi, બ્લૂટૂથ, GPS, USB ટાઇપ સી પોર્ટ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેંસર અને 3.5 mm હેડફોન જેક જેવા ફીચર્સ આપ્યા છે.

કેમેરા

ફોટોગ્રાફી માટે આ ફોનના રિયરમાં ચાર કેમેરા મળે છે જેમાં 48+8+5+5 કેમેરાનું સેટઅપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેની ફ્રન્ટમાં 20MP નો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન ફોટો અને વીડિયો માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here