પોસ્ટ ઑફિસ(Post Office)ની સ્મૉલ સેવિંગ્સ સ્કીમ (Small Savings Scheme) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) રોકાણનો એક ઉમદા વિકલ્પ છે. આ બચત સુરક્ષિત રાખવાની સાથે ટેક્સ બેનિફિટ્સનો પણ લાભ આપે છે. તેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પોસ્ટ ઑફિસરની આ સ્કીમ ઘણી પસંદ છે. તેમણે તેમાં 8 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કર્યુ છે. ચાલો જાણીએ NSCમાં રોકાણ કરવાના શું છે ફાયદા.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એક લાંબા સમયના રોકાણનું માધ્યમ છે. આ કોઇ પણ પોસ્ટ ઑફિસમાંથી ખરીદી શકાય છે. તેને ભારત સરકારની પોસ્ટ ઑફિસર યોજના અંતર્ગત જારી કરવામાં આવ્યુ છે. તેમાં ફિક્સ્ડ રિટર્ન ઉપરાંત ટેક્સમાં પણ છૂટ મળે છે. તેમાં રોકાણની રકમની પણ કોઇ મર્યાદા નથી. તમે 1000 રૂપિયાના મિનિમમ રોકાણથી શરૂઆત કરી શકો છો. હાલ NSC પર 6.8 ટકા વ્યાજ દર મળી રહ્યો છે.
જાણો આ સ્કીમના ફાયદા
>> NSCનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે. તેના પર વર્તમાન વાર્ષિક વ્યાજ દર 6.8 ટકા છે.
>> વ્યાજની ગણતરી વાર્ષિક આધારે થાય છે અને ચુકવણી મેચ્યોરિટી પર કરવામાં આવે છે.
>> NSCમાં મિનિમમ 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. રોકાણની મહત્તમ કોઇ સીમા નથી.
>>ઇનકમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 80C અંતર્ગત NSC હેઠળ 1.5 લાખ રૂપિયા વાર્ષિક સુધી રોકાણ પર ટેક્સ કપાતનો લાભ મળે છે.

>> વ્યાજ વાર્ષિક જમા કરવામાં આવે છે પરંતુ ચુકવણી મેચ્યોરિટી પર જ કરવામાં આવે છે. જેમાં ટીડીએસની કપાત નથી થતી.
>> રોકાણકાર પોતાના પરિવારના કોઇપણ સભ્યને નોમિની બનાવી શકે છે.
>> NSCને જારી થવાથી લઇને મેચ્યોરિટી ડેટ વચ્ચે એક વાર એક વ્યક્તિથી બીજા વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકાય છે.
કોણ ખરીદી શકે છે NSC?
NSCને સિંગલ અથવા જોઇન્ટમાં, 10 વર્ષથી વધુ ઉંમરના સગીર દ્વારા, સગીરના નામે પુખ્ત વ્યક્તિ દ્વારા, માનસિક રીતે નબળા વ્યક્તિના નામે તેના વાલી દ્વારા ખરીદી શકાય છે. તેને પાસબુક રૂપે જારી કરવામાં આવે છે.