ગુજરાતમાં કોરોનાના કેસની સતત ઘટી રહી છે અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૧૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ૩ જુલાઇ એટલે કે બરાબર ૬ મહિના બાદ નોંધાયેલા આ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. કુલ કેસનો આંક હવે ૨,૪૭,૨૨૮ થયો છે. હાલમાં ૯,૨૫૦ એક્ટિવ કેસ છે જ્યારે ૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪,૩૧૮ છે.

છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૪,૩૧૮
અમદાવાદમાં કોરોનાના કેસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૧ નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૧૪૬-ગ્રામ્યમાંથી ૫ કેસનો સમાવેશ થાય છે. કુલ કેસનો આંક હવે ૫૮ હજારને પાર થઇને ૫૮,૦૯૫ થયો છે. સુરત શહેરમાં ૧૦૪-ગ્રામ્યમાં ૨૩ એમ ૧૨૭ સાથે કુલ કેસનો આંક હવે ૪૯,૮૧૩ છે.

અમદાવાદમાં કોરોનાના કેસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે
વડોદરા શહેરમાં ૧૦૪-ગ્રામ્યમાં ૩૦ સાથે ૧૩૪, રાજકોટ શહેરમાં ૫૧-ગ્રામ્યમાં ૨૫ સાથે ૭૬ નવા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક હવે વડોદરામાં ૨૫,૨૦૯ જ્યારે રાજકોટમાં ૨૦,૪૨૪ છે. અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ કેસ નોંધાયા તેમાં ૩૨ સાથે કચ્છ, ૨૧ સાથે ગાંધીનગર, ૧૭ સાથે આણંદ, ૧૫ સાથે જામનગર-ભરૃચ, ૧૪ સાથે મહેસાણા-પંચચમહાલ, ૧૩ સાથે જુનાગઢ-મોરબી, ૧૧ સાથે દાહોદનો સમાવેશ થાય છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો | ૩ જાન્યુ. | કુલ કેસ |
અમદાવાદ | 151 | 58,095 |
વડોદરા | 134 | 25,209 |
સુરત | 127 | 49,813 |
રાજકોટ | 76 | 20,424 |
કચ્છ | 31 | 4,105 |
ગાંધીનગર | 21 | 8,166 |
આણંદ | 17 | 2,301 |
જામનગર | 15 | 10,194 |
ભરૃચ | 15 | 3,910 |
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૨ જ્યારે બોટાદ-રાજકોટમાંથી ૧-૧ના કોરોનાથી મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં ૨,૨૫૬-રાજકોટમાં ૧૯૩ અને બોટાદમાં ૧૩ છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૭૪% છે. છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાંથી ૨૨, અમદાવાદ-સુરતમાંથી ૧૫૧, રાજકોટમાંથી ૭૬ એમ રાજ્યભરમાંથી કુલ ૯૩૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૩૩,૬૬૦ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૪.૫૧% છે. હજુ ૫,૦૪,૫૫૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૧,૩૮૪ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૯૮,૧૦,૬૬૪ છે.